‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મનું શૂટિંગ સલમાને પૂરું કર્યું

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર સલમાને ખાને જાહેરાત કરી છે કે પોતે એની આગામી નવી હિન્દી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ એક્શન ફિલ્મનું દિગ્દર્શન ફરહાદ સામજીએ કર્યું છે. ફિલ્મ આ વર્ષની 21 એપ્રિલે ઈદના તહેવારમાં દેશભરમાં થિયેટરોમાં રિલીઝ કરાશે.

આ ફિલ્મમાં પૂજા હેગડે અને વેંકટેશ દગ્ગુબાતી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ સલમાનના પ્રોડક્શન બેનર સલમાન ખાન ફિલ્મ્સ હેઠળ કરવામાં આવ્યું છે.