સલમાને અથિયા શેટ્ટીની આ વાતે માફી માગી, જાણો…

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સલમાન ખાનના સુનીલ શેટ્ટી અને તેની બેટી અથિયા શેટ્ટી સહિત તેના પરિવાર સાથે બહુ સારા સંબંધ છે. સલમાન ખાને પહેલી પ્રોડક્શન ફિલ્મ ‘હીરો’ને પ્રોડ્યુસ કરી હતી. સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી અને આદિત્ય પંચોલીનો પુત્ર સૂરજ- પંચોલી એ ફિલ્મમાં લીડ રોલમાં હતાં. એ બંનેની ડેબ્યુ ફિલ્મ હતી. સલમાન ખાને બહુ પ્રેમથી અથિયા શેટ્ટીથી માફી માગી હતી. સલમાન ખાન કેટલાક દિવસ પહેલાં ભાઈ અરબાઝ ખાનના ટોક શો ‘પિંચ સીઝન 2’માં જોવા મળ્યો હતો. એક સેગમેન્ટ દરમ્યાન અરબાઝે સલમાનને અનુમાન લગાવવા માટે કહ્યું હતું કે કેટરિના કૈફ, અથિયા શેટ્ટી અને સંગીતા બિજલાનીમાં તે કઈ એક્ટ્રેસને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતો? અરબાઝ ખાનના આ સવાલ પર સલમાન ખાને જવાબ આપ્યો હતો કે તે ઇન્સ્ટાગ્રામ પર સંગીતા બિજલાનીને ફોલો નથી કરતો, જ્યારે એનો સાચો જવાબ અથિયા શેટ્ટી હતો. એ પછી સલમાન ખાને સારો વ્યવહાર દાખવતાં અથિયાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરવા બદલે માફી માગી હતી. તેણે ભૂલને સુધારવા માટે અને તેને ફોલો કરવાનું પણ વચન આપ્યું હતું.

અથિયાના પિતા સુનીલ શેટ્ટીએ સલમાન ખાનની આ વાત પર પ્રતિક્રિયા આપી હતી. અથિયાથી માફી માગવા માટે સુનીલે સલમાનનની પ્રશંસા કરી હતી. સુનીલે કહ્યું હતું કે તે કંઈ પણ કરે, પણ જે કરે છે, એ દિલથી કરે છે. તેણે સ્ક્રીન પર અથિયાને ‘સોરી’ કહ્યું તો એ સારી વાત છે. તેમનો એક ખૂબસૂરત સંબંધ છે. અને ‘સોરી’ કહેનાર શખસ ઉમદા વ્યક્તિ હોય છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]