ફેન ઘરે પહોંચતાં રશ્મિકાએ તેને ચેતવણી આપી

મુંબઈઃ દક્ષિણની એક્ટ્રેસીસ રશ્મિકા મંદાનાએ રવિવારે સોશિયલ મિડિયા પર એક પ્રશંસકને ચેતવણી આપી હતી, જેની એક ઝલક જોવા ઘરે આવ્યો હતો. અભિનેત્રી થોડા દિવસ પહેલાં નવી મુંબઈમાં સ્થળાંતર થઈ ગઈ છે. તેણે રવિવારે ટ્વિટર પર એના પ્રશંસકને ચેતવણી આપી હતી, જેમાં તેનો ફેન 900 કિમીનું અંતર કાપીને કર્ણાટકમાં તેના ઘરે તેને જોવા આવ્યો હતો. તેણે તેના ફેનને આવું ન કરવા અને એને બદલે સોશિયલ મિડિયા પર જોડાવાનો આગ્રહ કર્યો હતો. રશ્મિકાએ રવિવારે ટ્વીટ કર્યું હતું કે દોસ્તો મારા ધ્યાનમાં આવ્યું છે કે તમારામાંથી કોઈ મને જોવા માટે મારા ઘરે પહોંચ્યો છે. પ્લીઝ, આવું કંઈ ન કરો. મને ખરાબ લાગે છે કે હું તમારાથી મળી નથી. મને એક દિવસ તમને મળવાની આશા છે, પણ અત્યારે મારા માટે અહીં પ્રેમ દર્શાવો. મને ખુશી થશે. તેનો ફેન તેલંગાણાથી કર્ણાટકના કોડાગુ પહોંચ્યો હતો. તેણે તેની ઓળખ ત્રિપાઠી તરીકે આપી હતી.   ફિલ્મોની વાત કરીએ તો રશ્મિકા આગામી જાસૂસી થ્રિલર ફિલ્મ મિશન મજનૂની સાથે બોલીવૂડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. શાંતનુ બાગચી નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેત્રી સિદ્ધાર્થ મલહોત્રાની સાથે આવશે.અભિનેત્રી અમિતાભ અભિનિત હિન્દી ફિલ્મ ગુડબોય અને અલ્લુ અર્જુન સહઅભિનિત તેલુગુ ફિલ્મ પુષ્પામાં પણ દેખાશે.

રશ્મિકા મંદાના બોલીવૂડ રિલીઝ સાથે દેશમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. રશ્મિકાએ કામમાં કોઈ અડચણ ન આવે એટલે મુંબઈમાં એક જગ્યા ખરીદી લીધી છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]