રણવીર સિંહે મુંબઈમાં રૂ. 119 કરોડમાં લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું

મુંબઈઃ બોલીવૂડના લોકપ્રિય કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે રૂ. 119 કરોડમાં એક લક્ઝરી ઘર ખરીદ્યું છે. આ કપલ હવે બહુ જલદી શાહરુખ ખાન અને સલમાન ખાનનું પડોશી બનશે. રણવીર સિંહે સાગર રેશમ રેસિડેન્શિયલ ટાવરમાં એક આલીશાન અપાર્ટમેન્ટ ખરીદ્યું છે. રણવીરે ખરીદેલા ઘરમાંથી બેન્ડસ્ટેન્ડથી અરેબિયન સીનું સુંદર દ્રશ્ય જોવા મળશે. જોકે આ અપાર્ટમેન્ટ અન્ડર કન્સ્ટ્રક્શન છે.

રણવીર સિંહને આ અપાર્ટમેન્ટ સાથે 19 પાર્કિંગ સ્લોટ મળ્યા છે અને એના માટે તેમણે રૂ. 7.13 કરોડ જેટલી અધધધ રકમની ચુકવણી કરી છે. રણવીર સિંહનું આ અપાર્ટમેન્ટ 16,17,18 અને 19મા માળે આવેલું છે. આ અપાર્ટમેન્ટનો કુલ કાર્પેટ એરિયા 11,268 સ્ક્વેર ફૂટ છે. આ સોદો સ્કવેરફૂટદીઠ રૂ. એક લાખે થયો છે.  રણવીર સિંહને એની સાથે 1300 સ્ક્વેર ફૂટનો એક્સક્લુઝિવ ટેરેસ પણ મળ્યો છે. રણવીરે આ નવું ઘર ઓહ ફાઇવ ઓઙ મિડિયા વર્ક્સ એલએલપીને નામે ખરીદી છે. સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી પણ આ કંપનીએ કરી છે. રણવીર સિંહ તેના પિતા જગજિત સુંદર સિંહની કંપનીમાં ડિરેક્ટર છે. રણવીર સિંહ બોલીવૂડમાં સૌથી વધુ ફી લેતો અને સૌથી વ્યસ્ત એક્ટર છે. તેણે 2010માં ડેબ્યુ કર્યું હતું.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના આ નવા ઘરની એક બાજુ શાહરુખ ખાનનો બંગલો ‘મન્નત’ છે, જેની હાલની કિંમત રૂ. 350 કરોડ છે. જેની બીજી તરફ સલમાન ખાનનું ગેલેક્સી અપાર્ટમેન્ટ છે. જેમાં સલમાન પરિવારની સાથે રહે છે. સલમાનના આ ઘરની કિંમત આશરે રૂ. 100 કરોડ છે. 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]