‘રાજુ શ્રીવાસ્તવ બ્રેન-ડેડ, હૃદય બરાબર કામ કરતું નથી’

નવી દિલ્હીઃ એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ અનુસાર, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના સલાહકાર અજિત સક્સેનાએ કહ્યું છે કે રાજુનું મગજ લગભગ મૃત સ્થિતિમાં છે અને એમનું હૃદય પણ બરાબર કામ કરતું નથી. આજે સવારે અહીંની AIIMS હોસ્પિટલના ડોક્ટરોએ જાણ કરી હતી કે રાજુનું મગજ કામ કરતું નથી, એ લગભગ મૃત સ્થિતિમાં છે. હૃદયને પણ સમસ્યાઓ નડી રહી છે. અમે સૌ રાજુ માટે ચિંતિત છીએ અને પ્રાર્થના કરી રહ્યાં છીએ. 

રાજુ શ્રીવાસ્તવને એક અઠવાડિયા અગાઉ હાર્ટ એટેક આવ્યો હતો અને એમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.