‘પૃથ્વીરાજ’નું ટ્રેલરઃ ફિલ્મ હશે એક્શન-રોમાંચથી ભરપૂર

મુંબઈઃ અક્ષયકુમારને શિર્ષક ભૂમિકામાં દર્શાવતી આગામી હિન્દી ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ટ્રેલર આજે અહીં અંધેરી (વેસ્ટ)સ્થિત યશરાજ સ્ટુડિયોઝ ખાતે રિલીઝ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક કથા-પ્રસંગ પર આધારિત આ ફિલ્મનું દિગ્દર્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. તેઓ આ પહેલાં હિન્દી ફિલ્મ ‘પિંજર’ (2003) અને ટીવી સિરિયલ ‘ચાણક્ય’ બનાવી ચૂક્યા છે.

‘પૃથ્વીરાજ’માં રાજપૂત યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણની પત્ની સંયોગિતાનો રોલ માનુષી છિલ્લરે કર્યો છે, જે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ છે. અભિનેત્રી તરીકે તેની આ પહેલી જ ફિલ્મ છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા અને માનવ વિજ જેવા અન્ય કલાકારો પણ છે. માનવ વિજે દુશ્મન મોહમ્મદ ઘોરીનો રોલ કર્યો છે. હિન્દી, તામિલ અને તેલુગુ, એમ ત્રણ ભાષામાં આ ફિલ્મ આવતી 3 જૂને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]