હંસલ મહેતા નિર્મિત પારિવારિક-ફિલ્મમાં ચમકશે પ્રતિક ગાંધી

મુંબઈઃ ‘સ્કેમ 1992’ ફિલ્મમાં પોતાના અભિનયથી પ્રભાવિત કર્યા બાદ પ્રતિક ગાંધી ફરી વાર નિર્માતા હંસલ મહેતાની નવી ફિલ્મમાં ચમકવાનો છે. આ ફિલ્મમાં પ્રતિકની હિરોઈન બનશે ખુશાલી કુમાર, જે સ્વ. નિર્માતા ગુલશનકુમારની દીકરી છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંભાળશે પુલકિત, જેમણે ‘બોઝઃ ડેડ ઓર અલાઈવ’ ફિલ્મ બનાવી હતી. નવી ફિલ્મનાં નિર્માણમાં હંસલ મહેતા સાથે ખુશાલીનાં ભાઈ ભૂષણ કુમાર, કાકા ક્રિશન કુમાર અને શૈલેષ આર. સિંહ પણ જોડાયા છે. નવી ફિલ્મને હજી શીર્ષક આપવામાં આવ્યું નથી. તેના નિર્માણની જાણકારી ભૂષણકુમારની ટી-સિરીઝ કંપનીએ ટ્વિટર પર કરી છે. ફિલ્મનું શૂટિંગ 18 ઓગસ્ટથી શરૂ થશે. આ ફિલ્મમાં પોતાના હક માટે લડતા એક મધ્યમવર્ગીય માનવીની વાર્તા છે.

પ્રતિક આ નવી ફિલ્મ ઉપરાંત ‘રાવણ લીલા’, ‘અતિથિ ભૂતો ભવ’ અને ‘વોહ લડકી હૈ કહાં’ ફિલ્મોમાં પણ કામ કરી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]