પરિણીતીની ‘સાઈના’ ડિજિટલ પ્લેટફોર્મ રિલીઝ માટે સજ્જ

મુંબઈઃ ઓલિમ્પિક કાંસ્યચંદ્રક વિજેતા બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલનાં જીવન પર આધારિત બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘સાઈના’માં પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ગઈ 23 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને હવે તે ટૂંક સમયમાં જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ રિલીઝ થવાની છે.

‘સાઈના’ ફિલ્મ 23 એપ્રિલે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવશે. પરિણીતી આ પ્રીમિયર માટે ખૂબ ઉત્સાહમાં છે. એનું કહેવું છે કે હવે આ ફિલ્મ આખી દુનિયામાં લોકો જોઈ શકશે. બાયોપિક ફિલ્મમાં કામ કરવું કેટલું પડકારજનક હોય છે એની મને આ ફિલ્મમાં કામ કર્યા બાદ ખબર પડી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]