પંકજ કપૂર, ડિમ્પલની જોડી ‘રોમેન્ટિક કોમેડી’ ફિલ્મમાં નજરે ચઢશે

મુંબઈઃ બોલીવૂડના અનુભવી પંકજ કપૂર અને ડિમ્પલ કાપડિયા આવનારી ફિલ્મ ‘જબ ખૂલી કિતાબ’માં મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી છે અને એનું ડિરેક્શન સૌરભ શુક્લાએ કરી રહ્યા છે. આ ફિલ્મ શુક્લાના આ નામથી લખેલા નાટક પર આધારિત છે. ફિલ્મકારના જણાવ્યા મુજબ ‘જબ ખૂલી કિતાબ’ એક વયોવૃદ્ધ કપલની વાર્તા છે, જે લગ્નનાં 50 વર્ષ પછી છૂટાછેડા ઇચ્છે છે. આ ફિલ્મ સંબંધોના તાણાવાણાને ઉજાગર કરે છે. આ ફિલ્મ 70ના દાયકાના કપલની વાત છે. આપણે બધા કહેતા હોઈએ છીએ કે આપણ પારદર્શી રહેવું જોઈએ અને સંબંધોમાં સ્પષ્ટ રહેવું જોઈએ, પણ આપણામાંથી કેટલા સંબંધોમાંથી સચ્ચાઈનો સામનો કરી શકે છે?

આ ફિલ્મ હળવીફુલ એક કોમેડી ફિલ્મ છે, જ્યાં તમે હસો છો, પ્રેમમાં પડો છો અને આ કપલ સાથે રડો પણ છો. પંકજ કપૂર અને ડિમ્પલ કાપડિયાની સાથે અન્ય એક્ટર અપારશક્તિ ખુરાના, સમીર સોની અને નૌહાદી સિરુસી અને અન્ય કલાકારો છે. આ ફિલ્મ શૂ સ્ટ્રેપ ફિલ્મના સહયોગથી એપ્પાલોઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવી છે.  

એપ્પાલોઝ એન્ટરટેઇનમેન્ટના  CEO સમીર નાયરે કહ્યું હતું કે આ સ્ક્રિપ્ટ શાર્પ અને પ્રફુલ્લિત કરવાવાળી છે, વળી પંકજ કપૂર અને ડિમ્પલની આગેવાનીમાં અમારા એક્ટરોની ટુકડી પૂરક છે. ઉત્તરાખંડના મેજસ્ટિક રિજિયનમાં અને રાણીખેતમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થયું હતું. આ ફિલ્મમાં પ્રેમ, ઘૃણા, કોમેડી અને ભાવનાત્મક છે. મને લાગે છે આ ફિલ્મ હળવીફુલ ફિલ્મ છે, એમ શૂ સ્ટ્રેપ ફિલ્મ્સના પ્રોડ્યુસર નરેન કુમારે કહ્યું હતું.