ઓનલાઈન-છબરડોઃ અભિનેતા રોનિત રોયને થયો ખરાબ અનુભવ

મુંબઈઃ ફિલ્મ અને ટીવી સિરિયલ એક્ટર રોનિત રોયે સોમવારે આક્ષેપ કર્યો હતો કે એણે પુત્રને માટે પ્લે સ્ટેશન 4 GTA 5 માટે ઓનલાઇન ઓર્ડર કર્યો હતો, પરંતુ તેને પાર્સલમાં કોરો કાગળ મળ્યો હતો. અંદર ગેમની ડિસ્ક નહોતી. રોનિતે સોમવારે ટ્વિટર અકાઉન્ટ પર સંબંધિત ઓનલાઇન રીટેલ કંપનીની વેબસાઇટને ટેગ કરી હતી, જ્યાંથી એણે ચીજવસ્તુ ખરીદી હતી. મારા પુત્રએ એ ps4 gta5નો ઓનલાઇન ઓર્ડર કર્યો હતો. જોકે વેબસાઇટે પેકેજમાં એક કોરા કાગળનો ટુકડો અને કોઈ ડિસ્ક નહોતી મળી. પ્લીઝ, આના પર તાત્કાલિક ધ્યાન આપો. અભિનેતાએ ખાલી પાર્સલનો વિડિયો શેર કરવા સાથે લખ્યું હતું.

તેણે અલગથી ટ્વીટ કરીને ઓર્ડર નંબર પણ શેર કર્યો હતો. જોકે વેબસાઇટે પણ રોનિતની માગી હતી અને કસ્ટમર ટીમને રોનિતનો સંપર્ક કરવા કહ્યું હતું.  

ગયા મહિને રોનિતનો પુત્ર અગસ્ત્ય 13 વર્ષનો થયો હતો. તેણે પોતાના પુત્રની વિશેષ બર્થડે નોટ પણ શેર કરી હતી. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતીઃ હેપી બર્થડે માય સન. તું આજે 13 વર્ષનો થઈ ગયો અને 6’ 3’’ ની ઊંચાઈ સાથે અમારી તુલનાએ લાંબો થઈ ગયો છું. પરંતુ મારા જીવનમાં કોઈ કોઈ પણ માધ્યમથી તને આગળ વધવામાં હંમેશાં મારી પાસેથી બધી પ્રકારની મદદ મળશે. I love you. હેપ્પી 13th  બર્થડે, લિટલ રોય.