ક્રીતિ સેનને ‘સ્વયંવર’ માટે એક્ટરોની યાદી બનાવી

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ ક્રીતિ સેનન ફિલ્મજગતમાંની એક મશહૂર હસ્તી છે અને તે સોશિયલ મિડિયા પર પણ ઘણી સક્રિય રહે છે. હાલમાં તેણે તેનાં લગ્નની યોજના વિશે વાત કરી હતી, જેમાં તેણે તેનાં લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી હતી. જોકે તેણે તેનાં લગ્ન માટે એક સ્વયંવર યોજવાની ઇચ્છા જાહેર કરી હતી અને તેમાં પોતાની પસંદગીના હીરોને બોલાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે તેના સ્વયંવરમાં વિજય દેવરકોંડી માંડીને કાર્તિક આર્યન, આદિત્ય કપૂર અને રયાન ગોસલિંગને બોલાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ સ્વયંવર વિશે વાત કરતાં ક્રીતિએ જણાવ્યું હતું કે વિજય દેવરકોંડા ઘણો સારો લાગે છે અને તે ઘણો સમજદાર પણ છે. તેની હાજરી સ્વયંવરમાં મને ગમશે. આ સ્વયંવરમાં કાર્તિક આયર્ન અને આદિત્ય રોય કપૂર પણ હાજર રહેશે તો મને ગમશે. આ સિવાય મને રયાન ગોસલિંગ સાથે પણ કામ કરવું ગમે છે. મને સ્વયંવરમાં તે પણ હાજર રહેશે તો ગમશે, એમ તેણે કહ્યું હતું.

ફિલ્મ ક્ષેત્રે હાલ કામની વાત કરીએ તો ક્રિતી ‘ગણપત-પાર્ટ-વન’માં ટાઇગર શ્રોફ સાથે દેખાશે, જ્યારે કાર્તિક આર્યન સાથે ‘શહેજાદા’માં અને ‘ભેડિયા’માં વરુણ ધવન સાથે તેમ જ ‘આદિપુરુષ’માં તે પ્રભાષ સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]