કંગનાએ પાસપોર્ટ વિવાદમાં આમિર ખાનને ખેંચ્યો

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતના પાસપોર્ટ રિન્યુઅલની માગની અરજી બોમ્બે હાઇકોર્ટે 25 જૂન સુધી સ્થગિત કરી દીધી છે. કેટલાક સમય પહેલાં કંગનાની એક પોસ્ટ પર નફરત ફેલાવવાના આરોપ લગાવતાં તેના પર FIR નોંધવામાં આવ્યો હતો, જેને કારણે પાસપોર્ટ ઓથોરિટીએ કંગનાના પાસપોર્ટ રિન્યુઅલ પર વાંધો ઉઠાવ્યો હતો. આ વિવાદમાં કંગનાએ એક્ટર આમિર ખાનનું નામ જોડ્યું છે.

કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતાં લખ્યું હતું કે મહાવિનાશકારી સરકારે મારું અપ્રત્યક્ષ ઉત્પીડન ફરી શરૂ કર્યું છે. પાસપોર્ટ રિન્યુઅલ માટે મારી અરજીનો અસ્વીકાર કર્યો છે, કેમ કે મુન્નવર અલી નામના એક ટપોરીએ મારા પર દેશદ્રોહનો મામલો નોંધાવ્યો છે. કોર્ટે કેસ લગભગ ફગાવી દીધો હતો. તેમ છતાં કોર્ટે પાસપોર્ટ માટે માપી અરજી કાઢી દીધી છે અને કારણ આપ્યું છે કે મારી અરજી અસ્પષ્ટ છે, હમ્મમ.

કંગનાએ આમાં આમિર ખાનની વાત કરતાં લખ્યું હતું કે આમિર ખાને પણ ભારતને અહિષ્ણુ કહેતાં ભાજપ સરકારને અપમાનિત કરી હતી, ત્યારે તેની ફિલ્મો અને શૂટિંગ અટકાવવા માટે કોઈ તેનો પાસપોર્ટ અટકાવ્યો નહોતો. તેને એ પ્રકારે ટોર્ચર અને પરેશાન નહોતો કરવામાં આવ્યો.

કંગનાએ વર્ષ 2015માં આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવના અસહિષ્ણુવાળા નિવેદનને લઈને થયેલા વિવાદ વિશે વાત કરી હતી. કંગના પોતાની ફિલ્મ ધાકડની શૂટિંગ માટે હંગેરી જવું છે. કંગનાનો પાસપોર્ટ 15 સપ્ટેમ્બરે એક્સપાયર થયો છે. આ મામલે એક્ટ્રેસ હાઇકોર્ટ પહોંચી છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]