નવી દિલ્હીઃ 69મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની ઘોષણા થઈ ચૂકી છે. આ વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘ગંગુબાઇ કાઠિયાવાડી’, ‘RRR’ અને ‘સરદાર ઉધમ’ જેવી ફિલ્મોનો દબદબો રહ્યો છે. આલિયા ભટ્ટ, કૃતિ સેનનને સંયુક્ત રપે બેસ્ટ એક્ટર ફીમેલ અને અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટર મેલનો એવોર્ડ મળ્યો છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ડિરેક્ટોરેટે આ ફિલ્મ ફેસ્ટિવલ વિશે કહ્યું હતું કે નેશનલ ફિલ્મ એવોર્ડ્સનો ઉદ્દેશ ટેક્નિક, એસ્થેટિક અને સોશિયલ રેલેવન્સને પ્રોત્સાહિત કરવાનો છે. વર્ષ 2023માં એવોર્ડ્સ –ખાસ કરીને વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મોને સામેલ કરવામાં આવી છે.
આ વખતે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-2023ની જ્યુટીમાં યતેન્દ્ર મિશ્રા, કેતન મહેતા, નીરજ શેખર, વસંત સાંઈ અને નાનુ ભસીન સામેલ છે, જેમાં 31 ફીચર, 24 નોન ફીચર ને ત્રણ કેટેગરી બેસ્ટ રાઇટિંગ કેટેગરીમાં આ એવોર્ડ્સ આપવામાં આવ્યા છે.
વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ’ અને માધવનની ‘રોકેટ્રી-ધ નમ્બી ‘ઇફેક્ટને બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ પસંદ કરવામાં આવી છે. તે
બેસ્ટ અભિનેતા: અલ્લુ અર્જુન- પુષ્પા ધ રાઇઝિંગ
બેસ્ટ અભિનેત્રી: આલિયા ભટ્ટ- ગંગુબાઈ કાઠિયાવાડી અને ક્રિતી સેનન-મિમી
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: પંકજ ત્રિપાઠી -મિમી
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: પલ્લવી જોશી-ધ કાશ્મીર ફાઇલ્સ
બેસ્ટ ફીચર ફિલ્મઃ ‘રોકેટ્રી – ધ નામ્બી ઈફેક્ટ’
બેસ્ટ ડિરેક્ટર : નિખિલ મહાજન-ગોદાવરી ધ હોલી વોટર
બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ ‘સરદાર ઉધમ’
બેસ્ટ હિન્દી ફિલ્મ – ‘સરદાર ઉધમ સિંહ’
બેસ્ટ ચિલ્ડ્રન મૂવી: ‘ગાંધી એન્ડ કંપની’
બેસ્ટ બાળ કલાકારઃ ભાવીન રબારી -છેલ્લો શો
બેસ્ટ ગુજરાતી ફિલ્મ – ‘છેલ્લો શો’
બેસ્ટ મરાઠી ફિલ્મ – ‘એકદા કાયજાલાબેસ્ટ’
બેસ્ટ મલયાલમ ફિલ્મ – ‘હોમ’
બેસ્ટ તેલુગુ ફિલ્મ – ‘ઓપન્ના’
બેસ્ટ સંગીત નિર્દેશક – એમ.એમ કિરવાણી-RRR, દેવીશ્રી પ્રસાદ (પુષ્પા)
બેસ્ટ લિરિક્સ : ચંદ્ર બોઝ-કોંડા પોલમ
બેસ્ટ એડિટિંગ – સંજય લીલા ભણસાલી- ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર – શ્રેયા ઘોષાલ
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ કાલા ભૈરવ-RRR
બેસ્ટ કોરિયોગ્રાફીઃ પ્રેમ રક્ષિષ્ઠ-RRR
સ્પેશિયલ જ્યુરી એવોર્ડ: વિષ્ણુ વર્ધન-શેરશાહ
બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ : વી. શ્રીનિવાસ મોહન-RRR