ઇરોટિકા, પોર્ન નથી, મારા પતિ નિર્દોષ છેઃ શિલ્પા શેટ્ટી

મુંબઈઃ પોર્નોગ્રાફીનો આરોપ લાગ્યા પછી રાજ કુંદ્રા પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. રાજ કુંદ્રા હજી મુંબઈ પોલીસના રિમાન્ડ પર છે. આ સંકટના સમયે કુંદ્રાની પત્ની અને ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેને ટેકો પૂરો પાડ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે હોટશોર્ટ્સ સાથે તેની લેવાદેવા નથી. તેણે ઉલ્લેખ કર્યો હતો કે ઇરોટિકા પોર્નથી અલગ છે અને તેના પતિ રાજ કન્દ્રા પોર્ન સામગ્રીના નિર્માણમાં સામેલ નથી. તે વધુમાં કહ્યું હતું કે એ લંડન સ્થિત આરોપી અને રાજ કુંદ્રાના બનેવી પ્રદીપ બક્ષી એપ અને એનાં કામકાજથી સંકળાયેલા છે. શિલ્પાએ દાવો કર્યો હતો કે તેના પતિ નિર્દોષ છે. જોકે પતિ પર પોર્નોગ્રાફીના આરોપ લાગ્યા પછી શિલ્પા શેટ્ટી અતડી રહી રહી છે. તે ટીવી શોના શૂટિંગ પર પણ નથી જઈ રહી. શિલ્પાએ સોશિયલ મિડિયા પરની સક્રિયતા પણ ઘટાડી દીધી છે.

શિલ્પા શેટ્ટીની ફિલ્મ હંગામા-2 ગઈ કાલે શુક્રવારે રિલીઝ થઈ છે. શિલ્પાએ હંગામા 2ના પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું  અને એક મેસેજ પણ લખ્યો હતો. તેણે લોકોને અપીલ કરી હતી કે તેઓ હંગામા 2ને જરૂર જુએ.  તેણે પોસ્ટમાં લખ્યું હતું કે જે કંઈ થઈ રહ્યું છે, એની અસર ફિલ્મ પર ન પડવી જોઈએ. આ પહેલાં મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટીનું નિવેદન નોંધ્યું હતું.

પોલીસ જાણવા માગતી હતી કે શિલ્પા શેટ્ટીને તેના પતિના વેપાસ વિશે માલૂમ હતું કે નહીં. શિલ્પા શેટ્ટીની તેના બંગલે પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]