લોકડાઉનમાં TV પર ઢગલાબંધ ચેનલો જુઓ; સસ્તી ઓફર, રીચાર્જ વગર

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ-વિરોધી લોકડાઉન વચ્ચે ગ્રાહકોને કોઈપણ પ્રકારની અડચણ વગર ટીવી જોવાનો અનુભવ પ્રદાન કરવા માટે ડિશ ટીવીના ડીટીએચ બ્રાન્ડે કેટલીય ઓફર્સ અને પેકેજની જાહેરાત કરી છે. હકીકતમાં લોકડાઉન દરમિયાન ગ્રાહકોને કનેક્શન રિવોર્ડ કરાવવા માટે હેરાન થવું પડે એટલા માટે કંપનીએ ઈન્સ્ટન્ટ ક્રેડિટ ફેસેલિટીની શરુઆત કરી છે. આ સર્વિસનો ઉપયોગ કરનારા યૂઝર્સને અલગથી 10 રુપિયા સર્વિસ ચાર્જ આપવો પડશે. આ સાથે જ સર્વિસ પ્રોવાઈડરે સ્પેશિયલ પ્રોગ્રામ અને ઓફર પણ લોન્ચ કરી છે. D2H દ્વારા ચેનલ 758 પર ફ્રી શો રમઝાન મુબારક શરુ કર્યો છે કે જે રમઝાન સંબંધિત કન્ટેન્ટ બતાવે છે.

આ સિવાય કંપનીએ એક નવો સ્પેશિયલ કોમ્બો પણ ઉપ્લબ્ધ કરાવ્યો છે કે જે ગ્રાહકોને 78.60 રુપિયાના રિચાર્જ પર ક્ષેત્રીય સમાચાર ચેનલ્સ સાથે આધ્યાત્મિક ઈસ્લામિક ચેનલ જોવાની મંજૂરી આપે છે. ગ્રાહક આને એક મિસ્ડ કોલ દ્વારા એક્ટિવ અથવા ડિએક્ટિવ કરી શકે છે.

રમઝાનની રજૂઆત અંતર્ગત કંપની પોતાના ઈસ્લામિક આધ્યાત્મિક સેવા પર પહેલા એક મહિના માટે માત્ર 1 રુપિયામાં સ્પેશિયલ ઓફર આપી રહી છે કે જે ચેનલ નંબર 786 પર ઉપ્લબ્ધ છે.

Dish TV યૂઝર્સની સુવિધા માટે એક્સટેન્ડેડ સબ્સક્રિપ્શન સર્વિસ પણ આપી રહ્યું છે. કંપનીના સબ્સક્રાઈબર સેટ-ટોપ બોક્સના ડિએક્ટિવેટ થવા પર પે લેટર સર્વિસનો ફાયદો ઉઠાવી શકે છે. પે લેટરમાં કંપનીની નક્કી રકમ યૂઝરના અકાઉન્ટમાં ક્રેડિટ કરી દે છે. પે લેટર સર્વિસનો ફાયદો પ્રાપ્ત કરવા માટે યૂઝર્સને 1800-274-9050 નંબર પર રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ફોન કરવાનો રહેશે. ટાટા સ્કાય અને D2H પહેલાથી આ પ્રકારની સર્વિસ આપી રહ્યા છે.

લોકડાઉન વચ્ચે એરટેલ ડિજિટલે પણ ટીવી જોનારા લોકો માટે સારી સ્કીમ આપી છે. થોડા દિવસ પહેલા જાણકારી મળઈ હતી કે એરટેલ પોતાના યૂઝર્સને ફ્રી માં ચેનલ ઓફર કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર એરટેલ ડીજીટલ ટીવીએ લોકડાઉનને ધ્યાને રાખતા પોતાના યૂઝર્સને 4 સર્વિસ ચેનલ્સ ફ્રી આપવાની જાહેરાત કરી છે.

આ ફ્રી ચેનલની યાદીમાં Airtel CuriosityStream, Airtel Seniors TV, Aapki Rasoi અને Let’s Dance નો પણ સમાવેશ કરાયો છે. આ ચેનલો જોવા માટે ગ્રાહકોએ અલગથી પૈસા આપવાની જરૂર નથી. એટલે કે ગ્રાહકો લોકડાઉન દરમિયાન મફતમાં આ ચેનલોનો આનંદ લઈ શકે છે.