મુંબઈઃ હાલમાં જ પરણેલાં બોલીવુડ કલાકારો – આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ખુશખુશાલ છે, કારણ કે એમણે એમનાં સહિયારાં જીવનના એક નવા રોમાંચક તબક્કામાં પ્રવેશ કર્યો છે. આલિયાએ પોતે ગર્ભવતી હોવાની જાણકારી એનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. એ સાથે એણે રણબીર સાથે એની અલ્ટ્રાસાઉન્ડ અપોઈન્ટમેન્ટ તસવીર શેર કરી છે. એની સાથે એણે લખ્યું છેઃ ‘આપણું બાળક… આવી રહ્યું છે ટૂંક સમયમાં જ.’
પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ રણબીર અને આલિયાએ ગઈ 14 એપ્રિલે લગ્ન કર્યાં હતાં. ગર્ભાવસ્થાની જાણકારી આપ્યાં બાદ આલિયા પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. કમેન્ટ વિભાગમાં પ્રિયંકા ચોપરા, કરણ જોહર, પરિણીતી ચોપરા, વાની કપૂર તથા બીજી ઘણી બોલીવુડ હસ્તીઓએ એમનો આનંદ વ્યક્ત કર્યો છે અને દંપતીને અભિનંદન આપ્યાં છે.
