કરીના કપૂર પછી તેની મેઇડ પણ કોરોના સંક્રમિત

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ હાલમાં કરીના કપૂર ખાન અને અમૃત અરોડા સહિત મહિપ કપૂર અને સીમા ખાન પણ કોરોના સંક્રમિત થઈ છે, ત્યારે હવે એવા સમાચાર છે કે કરીનાની મેઇડ પણ કોરોના સંક્રમિત થઈ છે. કરીના પહેલેથી જ આઇસોલેશન અને ડોક્ટરોની દેખરેખમાં છે. કરીના કોરોના સંક્રમિત થયા પછી BMCએ તેનું ઘર પણ સીલ કર્યું હતું.

કોરોનાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે કોરોના સંક્રમિત છે. તે આઇસોલેશનમાં છે અને બધા મેડિકલ અને કોરાનાનો પ્રોટોકોલ ફોલો કરી રહી છે. જોકે જે પાર્ટીમાં આલિયા ભટ્ટ અને મલાઇકા અરોડાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કરીના કપૂર ફિલ્મ નિર્માતા કરણ જૌહરના ઘરે એક પાર્ટીમાં સામેલ થઈ હતી. એક સપ્તાહ પછી તેને કોરોના થયો હતો. કરીના ત્યારથી બાળકો- તૈમુર અને જેહની સાથે ક્વોરોન્ટીન છે. હાલના સમયે તેનો પતિ સૈફ અલી ખાન મુંબઈની બહાર છે.

BMCએ કરીનાના ઘરે સીલ કર્યા પછી કરણ જૌહરના ઘરને સેનિટાઇઝ કરીને સંપૂર્ણ પરિવારનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જોકે કરણ જૌહર તેના રિપોર્ટ્સ જોઈને ભડકી ગયો હતો, જેમાં કહેવામાં આવતું હતું કે તેના ઘરે થયેલી પાર્ટીમાં સામેલ થયા પછી કરીના અને અન્ય લોકોને કોરોના થયો હતો.

એ પછી કરણ જૌહરે સોશિયલ મિડિયામાં એક નિવેદન જારી કર્યું હતું. હું BMCના પ્રયાસોની સરાહના કરું છું. હું કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરું છુ. મારો રિપોર્ટ બે વાર નેગેટિવ આવ્યો છે. હું મિડિયાને વિનંતી કરું છું કે સાચી વાત જાણ્યા વગર કોઈ રિપોર્ટ ના છાપો, તમને બધાને બહુબધો પ્રેમ.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]