વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરના માલિક એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. આખી દુનિયામાં માત્ર 195 લોકો છે જેમને એલોન મસ્ક ફોલો કરે છે. એલોન મસ્ક પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. પીએમ મોદીના ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા 87 મિલિયનથી વધુ છે.
Elon Musk is now following Narendra Modi (@narendramodi)
— ELON ALERTS (@elon_alerts) April 10, 2023
પીએમ મોદી આ સોશિયલ સાઈટ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતાઓમાંથી એક છે. તાજેતરમાં એલોન મસ્કના સૌથી વધુ ફોલોઅર્સ હોવાના સમાચાર સામે આવ્યા હતા. વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ગાયક જસ્ટિન બીબર જેવા દિગ્ગજોને પાછળ છોડી ને આ સફળતા મેળવી છે. હવે એલોન મસ્કના ટ્વિટર પર 133 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. 2020 થી ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સની યાદીમાં બરાક ઓબામા ટોચ પર છે
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે માહિતી આપી હતી
ટ્વિટર પર લગભગ 450 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ છે. 133 મિલિયન યુઝર્સ એલોન મસ્કને ફોલો કરી રહ્યાં છે, એટલે કે કુલ સક્રિય વપરાશકર્તાઓમાંથી 30 ટકા ટ્વિટરના માલિકને ફોલો કરી રહ્યાં છે. ઈલોન મસ્કે ઓક્ટોબર 2022માં ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું, જ્યારે તેની પાસે 110 મિલિયન યુઝર્સ હતા અને તે બરાક ઓબામા અને જસ્ટિન બીબર પછી ત્રીજા સૌથી વધુ ફોલો કરવામાં આવતા વ્યક્તિ હતા. જોકે તેના ફોલોઅર્સ માત્ર પાંચ મહિનામાં વધી ગયા છે અને તે 133 મિલિયનથી વધુ થઈ ગયા છે.
એલોન મસ્કે ઘણા ફેરફારો કર્યા છે
ટ્વિટર ખરીદ્યું ત્યારથી, એલોન મસ્કએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મમાં ઘણા ફેરફારો કર્યા છે. હજારો કર્મચારીઓની છટણીથી લઈને બ્લુ સબ્સ્ક્રિપ્શન માટે ચાર્જ લેવા સુધી, ઘણા ફેરફારો જોવા મળ્યા છે. આ સાથે, બિઝનેસ એકાઉન્ટ અને નોર્મલ એકાઉન્ટ માટે અલગ-અલગ ટિક માર્કસ પણ રજૂ કરવામાં આવ્યા છે. આ સિવાય તેણે હાલમાં જ પક્ષી કાઢીને એક કૂતરાને બતાવ્યું હતું.