રિષભ પંતના ડિસ્ચાર્જ અંગે ડોક્ટરોએ આપી જાણકારી

ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હવે કાર અકસ્માત બાદ પોતાની ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે. પંત વિશે સારા સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંતને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. થોડા દિવસો પહેલા તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની રિકવરી વિશે માહિતી પણ આપી હતી. પંત હાલમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તેમની તબિયત ઝડપથી સુધરી રહી છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો બધું બરાબર રહેશે તો તેને આ અઠવાડિયે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. મેડિકલ ટીમે સારા સમાચાર આપ્યા છે. પંતે થોડા દિવસો પહેલા પોતાના સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ કરીને પોતાની રિકવરી વિશે જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)

તેણે પોસ્ટ કરતા લખ્યું, “હું તમારી પ્રાર્થના અને સમર્થન માટે આભારી છું. દરેકને જણાવવા માંગુ છું કે મારી સર્જરી સફળ રહી છે અને હું ઝડપથી સાજો થઈ રહ્યો છું. મારો ઉત્સાહ વધારે છે અને હું દરરોજ સારું અનુભવું છું. આ મુશ્કેલ સમયમાં તમારા માયાળુ શબ્દો, સમર્થન અને સકારાત્મક ઉર્જા માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.

ઘરે પરત ફરતી વખતે કાર અકસ્માત સર્જાયો હતો

નોંધનીય છે કે 29 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે સવારે પંતનો કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તરત જ તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી, તેને અહીંથી એરલિફ્ટ કરવામાં આવ્યો અને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની વધુ સારવાર થઈ અને હવે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.