બેંગલુરુ: ફ્રીડમ પાર્ક ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ‘SIR રદ્દ કરો’ અને ‘જ્ઞાનેશ કુમાર ગાદી છોડો’ જેવા નારાઓ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં જાણીતા અભિનેતા અને સામાજિક કાર્યકર પ્રકાશ રાજ, યુટ્યુબર ધ્રુવ રાઠી અને CJPના અભિજિત દીપકે હાજરી આપી હતી. મતદાર યાદીના પુનરાવર્તનમાં થયેલી કથિત ગડબડીઓ અને ગેરરીતિઓ સામે સંસ્થા દ્વારા એક “પીપલ્સ ટ્રિબ્યુનલ” (જન અદાલત)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ પ્રદર્શનકારીઓ દ્વારા ચપ્પલ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.




