મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ,યોજાશે ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ

બઈ: કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ પ્રશ્નને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રના નવા સીએમ દેવેન્દ્ર ફડણવીસ હશે. મુંબઈમાં વિધાન ભવનમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. હવે મહાયુતિના નેતાઓ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. 5 ડિસેમ્બરે એટલે કે આવતી કાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવાર અને એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદ સંભાળશે.

વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ દેવેન્દ્ર ફડણવીસે પોતાના સંબોધનમાં સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું- અમે આ ચૂંટણીમાં એક વાત કહી છે કે જો એક છે તો તે સુરક્ષિત છે અને જો મોદી છે તો તે શક્ય છે. મોદીજીના નેતૃત્વમાં જીતનો સિલસિલો ચાલુ છે. હું તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરું છું.

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતુ કે અમે ફડણવીસના નેતૃત્વમાં જીત્યા છીએ. તેઓ રાજ્યના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે. આ પછી ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુનગંટીવારે ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો. પંકજા મુંડેએ તેમના નામને મંજૂરી આપી હતી. બાદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર લગાવવામમાં આવી અને બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા.