દિલ્હી લિકર નીતિને કારણે સરકારને 2000 કરોડનું નુકસાન: કેગ રિપોર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણી પહેલાં દિલ્હી લિકર પોલિસી પર કેગ રિપોર્ટ આવી ગયો છે. દિલ્હી સરકારની હવે રદ થઈ ચૂકેલી  આબકારી નીતિ પર કેગના રિપોર્ટમાં અનેક ખામીઓને ઉજાગર કરવામાં આવી છે.

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારી તિજોરીને રૂ. 2026 કરોડનું નુકસાન થયું છે.  કેજરીવાલ સરકાર દ્વારા ખોટમાં હોવા છતાં કેટલાક બિડરોને લાઇસન્સ આપવામાં આવ્યા હતા, જેનાથી અનેક સવાલો ઊભા થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આમ આદમીને નુકસાન વેઠવું પડ્યું હતું, જ્યારે આપ નેતાઓને લાંચ મળી હતી. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મનીષ સિસોદિયા અને તેમના મંત્રીઓએ નિષ્ણાતોની પેનલે કરેલી ભલામણો પર ધ્યાન નહોતું આપ્યું. દારૂની દુકાનો માટે લાઇસન્સ જારી કરવામાં ઉલ્લંઘન થયું હતું.

Delhi Chief Minister Arvind Kejriwal addressing media persons in Rajkot on Saturday morning.દિલ્હી સરકારે કેબિનેટે કે દિલ્હી ઉપ રાજ્યપાલની મંજૂરી વિના નિર્ણયો મનઘડંત રીતે કર્યા હતા. ફરિયાદો પછી બધી સંસ્થાઓમાં બોલી લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. દિલ્હી સરકારના નુકસાનની વિગતો આપતાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક રિટેલરે નીતિ ખતમ થતાં પહેલાં લાઇસન્સ સરન્ડર કરી દીધું હતું.

દિલ્હી સરકારના નુકસાનની વિગતો આપતાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક રિટેલરને નીતિ ખતમ થતાં પહેલાં લાઇસન્સ સરન્ડર કરી દીધાં હતાં. સરકારે તેમનો ફરીથી ટેન્ડર નહોતાં આપ્યાં. એને કારણે રૂ. 890 કરોડનું નુકસાન થયું હતું. આ ઉપરાંત સરકારે કેટલાક લાઇસન્સધારકોને છૂટ આપી હતી. આ કારણે પણ રૂ. 941 કરોડનું નુકસાન થયું હતું. વળી સરકારે કોરોના મહામારીમાં પ્રતિબંધને કારણે રૂ. 144 કરોડની લાઇસન્સ ફી પણ માફ કરી દીધી હતી, જેથી આવકમાં મોટું નુકસાન થયું હતું, એમ રિપોર્ટ કહે છે.