રાજધાની દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
આ મામલે પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે ગાઝિયાબાદ પોલીસને પીસીઆર કોલ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીનો ફોન રાત્રે 11 વાગ્યે આવ્યો હતો, ત્યારબાદ ગાઝિયાબાદ પોલીસે દિલ્હી પોલીસને આ અંગે જાણ કરી હતી. હાલમાં આરોપીનો ફોન બંધ છે, જ્યારે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ખરેખર,ગઈકાલે રાત્રે એટલે કે ગુરૂવારે ગાઝિયાબાદ પોલીસના પીસીઆર પર એક વ્યક્તિએ ફોન કર્યો હતો. ફોન કરનારે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી, ગાઝિયાબાદ પોલીસે મોડી રાત્રે ઉત્તર પશ્ચિમ જિલ્લા પોલીસને આ અંગે જાણ કરી. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો. પોલીસે ફરીથી ફોન કરનારને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તે નંબર હાલમાં બંધ છે. આ મામલે કાર્યવાહી કરતા ગાઝિયાબાદ અને દિલ્હી પોલીસ હાલમાં આરોપીઓની શોધમાં લાગી ગઈ છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા મહિનાઓથી, વિવિધ કેસોમાં ધમકીઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. અગાઉ, ભારતમાં ઘણી પેસેન્જર ફ્લાઇટ્સને ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. વર્ષ 2024 માં સૌથી વધુ નકલી ધમકીઓ મળી છે. એક સત્તાવાર અહેવાલ મુજબ, દેશમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દ્વારા મળેલી નકલી બોમ્બ ધમકીઓમાં છેલ્લા છ વર્ષમાં રેકોર્ડ 300 ગણો વધારો થયો છે. મોટાભાગની નકલી ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ દ્વારા મોકલવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, ભારતીય ફ્લાઇટ્સને ગયા વર્ષે કુલ 1,019 નકલી બોમ્બ ધમકીઓ મળી હતી, જ્યારે 2018 થી 2023 વચ્ચે આવી 330 ધમકીઓ મળી હતી.
