ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ICCએ આ માહિતી સત્તાવાર વેબસાઇટ પર શેર કરી છે. તે જાન્યુઆરી 2024માં પાકિસ્તાન સામે તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ રમશે. આ પહેલા વોર્નર એશિઝ સિરીઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે જાન્યુઆરી 2024માં ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ દરમિયાન વોર્નર છેલ્લી મેચ રમશે.
Some shock news from the Australia camp on Saturday 👀 #WTC23 | Details 👇https://t.co/Vwhrx6HcQg
— ICC (@ICC) June 3, 2023
વોર્નર હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને તે ભારત સામેની ફાઈનલ મેચની તૈયારી કરી રહ્યો છે. વોર્નર ત્યારપછી ઈંગ્લેન્ડ સામે 16 જૂનથી શરૂ થનારી એશિઝ શ્રેણીનો ભાગ બનશે. આઈસીસીની વેબસાઈટ પર છપાયેલા સમાચાર મુજબ વોર્નરે હાલમાં જ ટેસ્ટમાં સંન્યાસ લેવાની વાત કરી છે. તે જાન્યુઆરી 2024માં પાકિસ્તાન સામે સિડની ટેસ્ટ દરમિયાન નિવૃત્તિ લેશે. આ તેનું હોમ ગ્રાઉન્ડ છે. આ પહેલા તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી પણ રમી શકે છે.
વોર્નરે કહ્યું કે તમારે રન બનાવવા પડશે. મેં હંમેશા કહ્યું છે કે (2024) T20 વર્લ્ડ કપ કદાચ મારી છેલ્લી મેચ હશે. હું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને એશિઝ સિરીઝ બાદ પાકિસ્તાન સામેની સિરીઝમાં છેલ્લી વખત રમીશ. ઉલ્લેખનીય છે કે વોર્નરની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે 102 ટેસ્ટ મેચમાં 8158 રન બનાવ્યા છે. આ દરમિયાન વોર્નરે 3 બેવડી સદી, 25 સદી અને 34 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ઈન્ટરનેશનલમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 335 રન છે. તેણે ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન સહિત ઘણી મોટી ટીમો સામે શાનદાર પ્રદર્શન કર્યું છે.