કાર્નિવલના ક્રૂઝ શિપ પર કોરોના વિસ્ફોટ, 800 મુસાફરો કોવિડ પોઝિટિવ

શનિવારે કાર્નિવલ કંપનીના ક્રુઝ શિપ મેજેસ્ટિક પ્રિન્સેસમાં 800 મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા હોવાની માહિતી સામે આવી હતી. ક્રુઝ શિપને ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યું હતું. 3,300 મુસાફરો અને 1,300 ક્રૂ મેમ્બરો સાથે ન્યુઝીલેન્ડ જવા નીકળેલું જહાજ શનિવારે સવારે સિડની બંદર પર ડોક કરવામાં આવ્યું હતું. સિડનીએ ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ન્યુ સાઉથ વેલ્સની રાજધાની છે. મળતી માહિતી મુજબ કંપનીએ પુષ્ટિ કરી છે કે જહાજને સિડનીમાં મૂર કરવામાં આવશે. 2020માં પણ ન્યૂ સાઉથ વેલ્સમાં જ રૂબી પ્રિન્સેસ ક્રૂઝ શિપ પર કોરોના વિસ્ફોટ થયો હતો. જેમાં 28 લોકોના મોત થયા હતા અને 900 લોકો સંક્રમિત મળી આવ્યા હતા.

‘ટાયર 3’ સ્તરનો ખતરો જાહેર

હાલમાં રાજ્યની આરોગ્ય એજન્સીએ કોવિડ ફાટી નીકળવાને ‘ટાયર 3’ સ્તરનો ખતરો જાહેર કર્યો છે અને ચેપ ઝડપથી ફેલાવવાની સંભાવના વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લેયર ઓ’નીલે લોકોને આશ્વાસન આપ્યું કે કોવિડ સામે લડવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ક્લેર ઓ’નીલે જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ રૂબી પ્રિન્સેસ કેસને ધ્યાનમાં રાખીને રૂટિન કોવિડ પ્રોટોકોલ મૂક્યા છે અને ન્યૂ સાઉથ વેલ્સ હેલ્થ એજન્સી કેસ-બાય-કેસ આધારે મેજેસ્ટિક પ્રિન્સેસમાંથી મુસાફરોને કેવી રીતે નીચે ઉતારવા તે નક્કી કરવામાં આગેવાની લેશે.

ક્રુઝ શિપ કંપનીએ શું કહ્યું?

ન્યૂ સાઉથ વેલ્સ હેલ્થ એજન્સીના જણાવ્યા અનુસાર કાર્નિવલ કોર્પોરેશન અને પીએલસી કંપનીના ઓસ્ટ્રેલિયા યુનિટે કહ્યું કે કોવિડ મુસાફરોને જહાજ પર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા અને તબીબી સ્ટાફ તેમની સંભાળ લઈ રહ્યા છે. એજન્સીએ કહ્યું કે તે મુસાફરો અને ક્રૂ સભ્યોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે ક્રુઝ શિપ સ્ટાફ સાથે કામ કરી રહી છે.

મોટાભાગના કેસો એસિમ્પટમેટિક અથવા હળવા લક્ષણોવાળા

કાર્નિવલ ઑસ્ટ્રેલિયાના પ્રમુખ માર્ગુરેટ ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું હતું કે જ્યારે ક્રૂઝ તેની 12 દિવસની સફરમાંથી અડધી રસ્તે હતી ત્યારે મોટાભાગના કેસ મળી આવ્યા હતા. ફિટ્ઝગેરાલ્ડે કહ્યું કે મોટાભાગના કેસો એસિમ્પટમેટિક અથવા હળવા લક્ષણોવાળા હતા. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે એકવાર કાર્નિવલમાં કોવિડ કેસની સંખ્યામાં વધારો થતાં, વધારાના પ્રોટોકોલ મૂકવામાં આવ્યા હતા. અહીંથી જહાજ મેલબોર્ન માટે રવાના થશે. ઓસ્ટ્રેલિયન સરકારે આ અઠવાડિયે માહિતી આપી હતી કે કોવિડ-19ના કેસો વધી રહ્યા છે અને તેના ઓમિક્રોન વેરિઅન્ટ XBBનું સમુદાય ચેપ જોવા મળી રહ્યો છે.