ગુજરાતમાં ફરી કોરોનાના કેસ 400ને પાર

ગુજરાતમાં કોરોનાના કેસ વધવાની રફતાર યથાવત છે. આજે 401 કેસ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2136 સુધી પહોંચી ગઈ છે. જો કે સારા સમાચાર એ છે કે આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આજે સૌથી વધુ 114 કેસ અમદાવાદમાં નોંધાયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ ?

આજે રાજ્યમાં કોરોનાના 401 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ અમદાવાદ 114, સુરત 45 અને રાજકોટ 42 કેસ નોંધાયા છે. મોરબી 22, અમરેલી 14, વડોદરા 43 કેસ નોંધાયા છે. મહેસાણામાં 16 ,સાબરકાંઠામાં 5, વલસાડમાં 5, કચ્છમાં 9, ભાવનગર 05 ગાંધીનગર 12 કેસ નોંધાયા છે. જામનગર અને નવસારીમાં બે-બે તો દાહોદ, દેવભૂમિ દ્વારકા, મહિસાગર અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.

8 દર્દી વેન્ટિલેટર ઉપર, 241 સાજા થયા

રાજ્યમા હાલ 2136 એક્ટિવ કેસ છે. 8 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાત છેલ્લા 24 કલાકમાં 704 લોકોએ કોરોનાની વેકસીન લીધી છે. તેમજ આજે 241 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે.