માલદામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવ

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાને અડીને આવેલી બાંગ્લાદેશની સુખદેવપુર સરહદ પર શનિવારે તણાવ સર્જાયો હતો, જ્યારે કેટલાક લોકો બાંગ્લાદેશ સરહદ પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુખદેવપુરના રહેવાસીઓએ બાંગ્લાદેશી નાગરિકોને ભગાડી મૂક્યા. પછી બીજી બાજુથી પથ્થરમારો શરૂ થયો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે BSFએ ટીયર ગેસના શેલ છોડ્યા અને પીછો કરવામાં આવતા બાંગ્લાદેશી નાગરિકો ભાગી ગયા.

છેલ્લા કેટલાક દિવસોમાં, બાંગ્લાદેશ સરહદેથી ભારતમાં પ્રવેશવાના અનેક પ્રયાસો થયા છે. અગાઉ, ભારતીય સરહદ રક્ષકો દ્વારા પીછો કરવામાં આવ્યા બાદ બાંગ્લાદેશી નાગરિકો ભાગી ગયા હતા, પરંતુ શનિવારે તેઓએ બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો.

સુખદેવપુર સરહદ પર દોઢ કિલોમીટર સુધી કોઈ વાડ નથી. જ્યારે પણ BSF એ કાંટાળા તાર લગાવવાનો પ્રયાસ કર્યો, BGB એ તેને અટકાવ્યો. બીજી તરફ, જમીનમાં ટનલ ખોદવામાં આવતી જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે બાંગ્લાદેશી નાગરિકો અહીં આવ્યા છે અને પાક કાપીને લઈ ગયા છે.