ઝોમેટોનો IPO 14-જુલાઈએઃ ₹ 9375 કરોડ એકત્ર કરવાની તૈયારી

નવી દિલ્હીઃ લોકપ્રિય ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોનો પ્રારંભિક પબ્લિક ઇસ્યુ (IPO) 14 જુલાઈએ ખૂલશે. કંપની IPO દ્વારા રૂ. 9375 કરોડ એકત્ર કરશે. કંપનીને સેબીની ગયા સપ્તાહે મંજૂરી મળી હતી. કંપનીનો IPOનું 14 જુલાઈએ સબસ્ક્રિપ્શન માટે ખૂલશે અને 16 જુલાઈએ બંધ થશે.  

કંપનીના આ IPOના માધ્યમથી રૂ. 9375 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપની એના હેઠળ રૂ. 9000 કરોડના નવા શેર જારી કરશે. કંપની રૂ. 375 કરોડ ઓફર ફોર સેલ (OFS) ઇન્ફો એજ કંપની જારી કરવામાં આવશે. કંપનીના આ IPO પ્રાઇસ બેન્ડ 72થી 76 શેરદીઠ રાખવામાં આવી છે. એનો લોટ સાઇઝ 195 શેરોનો હશે. એટલે કે રોકાણકાર કમસે કમ 195 શેર માટે રોકાણ કરી શકે છે. કંપનીએ કર્મચારીઓ માટે 65 લાખ ઇક્વિટી શેરો અનામત રાખવામાં આવશે. આ ઉપરાંત ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે નેટ ઇશ્યુના 75 ટકા સુધી રિઝર્વેશન રાખવામાં આવશે. અને બિનસંસ્થાકીય રોકાણકારોને 15 ટકા હિસ્સો મળશે. પબ્લિક ઇશ્યુનો 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ 2020માં ઝોમેટોને રૂ. 2742 કરોડની આવક થઈ હતી. રોગચાળા દરમ્યાન કંપનીને રૂ. 1367 કરોડની આવક થઈ હતી અને હજી પણ કંપની નુકસાનમાં ચાલી રહી છે. હાલમાં કંપનીનું વેલ્યુએશન 540 કરોડ ડોલર છે. હાલમાં ટાઇગર ગ્લોબલ, ફિડેલિટી અને કોરા મેનેજમેન્ટ સહિત કેટલાક રોકાણકારોએ કંપનીમાં 25 કરોડ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]