નવી દિલ્હીઃ ડ્રાઇવિંગ લાઇસન્સ એક એવો દસ્તાવેજ છે, જે કોઈ પણ વાહનને ચલાવવા માટે બહુ જરૂરી છે. જો તમે ગાડી ચલાવો છો, પણ લાઇસન્સ નહીં બનાવ્યું અથવા 18 વર્ષના થઈ ગયા છે અને લાઇસન્સ બનાવવા ઇચ્છો છો- તો આ સમાચાર તમારા કામના છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે કોવિડ કાળમાં લોકોની મુશ્કેલીઓનો ઉકેલ લાવતાં માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર માટે નિયમોને જાહેર કર્યા છે. જે પછી વિના RTOના ચક્કર કાપ્યા અને વિના ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા લાઇસન્સ બનાવી શકશો. નવા નિયમો પહેલી જુલાઈથી લાગુ થશે.
તમારે વિના પરેશાની પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે તમારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરથી ટ્રેનિંગ લેવાની રહેશે, જે પછી એ સેન્ટર દ્વારા તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે.
ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર દ્વારા મળેલા આ સર્ટિફિકેટને આધારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતી વખતે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં રહે. મંત્રાલય દ્વારા જારી જાહેરાત પછી મંત્રાલયથી માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર 1 જુલાઈ, 2021થી ટ્રેનિંગ આપવાનું કામ શરૂ કરી દેશે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય કહે છે કે હાલના સમયમાં આ દેશની અંદર આશરે 22 લાખ ટ્રેન્ડ ડ્રાઇવરોની અછત છે. જેથી રસ્તા પર અકસ્માતો થાય છે. મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત આ ડ્રાઇવિંગ સેન્ટરમાં તમને એ બધી સુવિધાઓ મળશે, જેમાં તમે અલગ-અલગ પરિસ્થિતિઓ મુજબ કાર ચલાવવાનું શીખી શકશો. અહીં તમને ડ્રાઇવિંગ ટ્રેક અને ટ્રેન્ડ ટ્રેનર બહુ સરળ રીતે સાવધાની સાથે કાર ચલાવતા શીખી શકશે.