વોશિંગ્ટનઃ વિશ્વમાં કોઈ પણ બિઝનેસ નાનો કે મોટો હોય, તેના માલિક- પછી કંપનીની જવાબદારી તેનાં બાળકોને મળવી સ્વાભાવિક છે, પણ હાલમાં એલન મસ્કે આ સવાલનો જવાબ સીધો અને બિનધાસ્ત આપ્યો હતો. ટ્વિટરના CEO તેમના બાળકોને નાણાં આપવાની વાતને ટેકો નથી આપતા. મસ્કના જણાવ્યા મુજબ અધિકારીઓએ પણ તેમના શેરો તેમનાં બાળકોને હસ્તાંતરિત ના કરવા જોઈએ, જો તેમની કંપનીના વહીવટમાં બાળકોની રસરુચિ ના હોય.
એના બદલે તેમનું માનવું છે કે બાળકોને શેર આપવાને બદલે કંપનીની અંદરની યોગ્ય વ્યક્તિઓને કંપનીનું સુકાન સોંપવું જોઈએ. મસ્કે ભૂતકાળમાં અનેક ભૂલો કરી હશે. ઉત્તરાધિકારીઓને બદલે સક્ષમ વ્યક્તિઓને વહીવટ આપવો એ મારા દ્રષ્ટિકોણથી યોગ્ય છે, એમ તેમણે કહ્યું હતું.
હાલમાં તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં અબજોપતિએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ કંપની ચલાવવા સક્ષમ નહીં હોય, ત્યારે તેમણે પહેલેથી જ કંપનીઓને સંભાળવા માટે સક્ષમ વ્યક્તિઓની ઓળખ કરી લીધી છે. જોકે તેમને દ્રઢ વિશ્વાસ છે કે અધિકારીઓએ તેમના બિઝનેસીસ અથવા તેમના હિસ્સાના શેરોને તેમનાં બાળકોને ના સોંપવા જોઈએ.
તેમણે કહ્યું હતું કે હું મારાં બાળકોને કંપનીઓનો કેટલોક ભાગ સીધી રીતે આપવાની તરફેણમાં નથી. ભલે તેમની રુચિ અથવા ક્ષમતા કંપનીના વહીવટ કરવાની ક્ષમતા ના હોય ત્યારે તેમને કંપનીનો વહીવટ સોંપી ના શકાય. મને લાગે છે કે એ એક ભૂલ ગણાશે. આમ તો એલન 51 વર્ષના છે અને આવનારા વર્ષો સુધી તેઓ બિઝનેસ સંભાળી શકે એમ છે. તેમને નવ બાળકો છે અને તેમને બધાની સાથે સારી સંબંધ નથી.