જળસંકટથી વધારે વધી શકે છે બેંકોમાં NPAની સમસ્યાઃ WWF રીપોર્ટ

નવી દિલ્હીઃ પાણીની સમસ્યાથી બેંકમાં નોન પર્ફોર્મિંગ એસેટ્સનું સંકટ વધારે વધી ગયું છે. કારણ કે ઘણા કરજદાતાઓએ આવા સેક્ટર્સમાં લોન આપી છે જેમાં જળ સંસાધનનું જોખમ રહે છે. આ વાત તાજેતરના એક રીપોર્ટમાં સામે આવી છે.

NPAમાં વૃદ્ધિના કારણે બેંકિંગ સેક્ટર દબાણમાં છે. આ વચ્ચે વન્ય જીવોના સંરક્ષણ પર કામ કરનારા વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડે પોતાના એક રીપોર્ટમાં કહ્યું છે કે જળ સંકટ બેંકોની તણાવપૂર્ણ બેલેન્સશીટમાં તરલતા દ્વારા વધારે કમી લાવી શકે છે.

જળ અને ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં બતાવાયું છે કે કેવી રીતે જન બેંકો માટે જોખમ પેદા કરે છે. કેવી રીતે જળ જોખમના કારણે વીજળી અને કૃષિ ક્ષેત્રની સંપત્તિઓ બેકાર પડી રહી શકે છે. આ બંને સેક્ટર્સમાં ભારતીય બેંકોનું સૌથી વધારે ઋણ છે.

રીપોર્ટમાં કહેવાયું છે કે ભારતીય બેંકોના કુલ દેણાંનું 10 ટકા પહેલાં જ એનપીએ બની ચૂક્યું છે. બેંકો પાસેથી દેણું લેનારા લોકો દ્વારા તેની ચૂકવણી નહી કરી શકવાનું સંકટ મંડરાયું છે. આ જોખમોના કારણે બેંકોની સ્થિતિ વધારે પ્રભાવિત થશે. નીતિ આયોગના નિષ્કર્ષનો હવાલો આપતા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં વર્તમાન જળ સંકટ અત્યારે સૌથી ગંભીર સ્તર પર છે.