મુંબઈ- રિટેલ સેક્ટરમાં FDIના નવા નિયમોથી ઈન્ડસ્ટ્રી જાણે કે હચમચી ગઈ છે. 1 ફેબ્રુઆરીથી ઈ-કોમર્સ સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમો બદલાઈ ગયા છે. નવા નિયમો અનુસાર ઓનલાઈન પ્લેટફોર્મ પર એ કંપનીઓ સામાન નહી વેચી શકે જેમાં તેના પૈસાનું રોકાણ થયેલ છે. વોલ સ્ટ્રીટના દિગ્ગજ મોર્ગન સ્ટેનલીએ કહ્યું છે કે નવા નિયમોથી વોલમાર્ટ ફ્લિકાર્ટને વેચીને ભારતીય બજારમાં એવી રીતે નીકળી શકે છે જે રીતે એમેઝોને ચીનને છોડ્યુ હતું.
4 ફેબ્રુઆરીના આ રિપોર્ટમાં બ્રોકરેજ ફર્મે કહ્યુ છે કે ભારતીય ઈ-કોમર્સ બજારને જટિલ થવાથી અહીથી નીકળી જવાની શક્યતા છે. આ રિપોર્ટ 1 ફેબ્રુઆરીથી ઈ-કોમર્સ સેક્ટરના નવા FDIના નવા નિયમો બદલાયા છે. ડિસેમ્બરમાં સરકાર તરફથી નિર્દેશમાં કહેવામાં આવ્યુ હતુ કે ઓનલાઈન પ્લેટફોર્મ્સે એ કંપનીઓનો સામાન વેચવાની છુટ નથી. જેમાં તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગીદારી હોય.
વોલમાર્ટ Inc. ભારતમાં ફિલપકાર્ટમાં ખરીદી છે 77 ટકા ભાગીદારી
છુટક બજારના ક્ષેત્રમાં દિગ્ગજ અમેરિકી કંપની વોલમાર્ટ ઈંકે ભારતમાં ઓનલાઈન છુટક મંચ પર ફ્લિપકાર્ટમાં 77 ટકા ભાગીદારી ઓગસ્ટ 2018માં ખરીદી હતી. વોલમાર્ટ પાસે ફ્લિપકાર્ટની 77 ટકા ભાગીદારી છે.
એમેઝોને ચીનને કહ્યુ હતુ અલવિદા
વોલમાર્ટે (Earnings Per Share) માટે ફ્લિપકાર્ટ જોખમ શીર્ષક આપીને કરેલા રિપોર્ટમાં જણાવ્યુ છે કે એક્ઝીટ માટે આપણી સામે એક ઉદાહરણ હાજર છે, 2017ના અંતમાં એમેઝોને ચીનમાં કોઈ ફાયદો ન થતો હોવાથી ચીનને અલવીદા કહેવાનો નિર્ણય કર્યો હતો.
મોર્ગન સ્ટેનલી અનુસાર નવા નિયમોમાં ફિલપકાર્ટ તરફથી 25 ટકાથી વધુ પ્રોડક્ટને બહાર કરવી પડી છે. સ્પાઈ ચેન અને એક્સક્લૂઝિવ ડીલ્સમાં અનિવાર્ય ફેરફારના કારણે સ્માર્ટફોન્સ અને ઈલેક્ટ્રોનિક સેગમેન્ટ પર આની ખુબજ વ્યાપક અસર થશે. રિપોર્ટ અનુસાર અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે 50 ટકા રેવન્યુ આજ કેટેગરીમાંથી આવે છે આનાથી કંપનીને મોટો ફટકો પડશે.
વોલમાર્ટે જણાવ્યુ કે ભારતમાં સારા ભવિષ્યની આશા
વોલમાર્ટના પ્રવક્તાનું કહેવુ છે કે રેગ્યુલેશનમાં કરવામાં આવેલા ફેરફારો છતા ભારતમાં ઈ-કોમર્સ સેક્ટરમાં મોટી આશા છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ ભારતમાં સૌથી મોટા બે ઓનલાઈન માર્કેટપ્લેસ છે. નવા નિયમો બાદ તેના વેચાણમાં 25થી 30 ટકાનો ઘટાડો થયો છે. એમેઝોને પોતાના 2 ટોપર્સ સેલર્સ cloudtail અને apparioને હટાવવા પડ્યા છે જેનાથી કંપનીને મોટુ નુકશાન થયુ છે.