અંબાણીની કંપનીને નથી મળી રહ્યો કોલસો, અદાણીને બજારમાંથી વીજળી ખરીદવાનો વારો

નવી દિલ્હી- રીલાયન્સ પાવરની સબસિડીયરી કંપની હાલ કોલસાની અછતનો સમાનો કરી રહી છે. કોલ ઈન્ડિયા દ્વારા કોલસાનો પુરવઠો નહીં મળવાને કારણે જાન્યુઆરીના મધ્યથી વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડનો 600 મેગાવોટનો પ્લાન્ટ બંધ પડ્યો છે. તો બીજી તરફ અદાણીની કંપનીએ પણ ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદવી પડી રહી છે.

કોલ ઈન્ડિયાએ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસને કારણે અને કોલસાની ચૂકવણી માટે પુરવઠો બંધ કરી દીધો છે. જેની સીધી અસર અદાણી ઈલેક્ટ્રીસિટી પર પડી રહી છે. ગત વર્ષે અદાણી ઈલેક્ટ્રીસિટીએ જ રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુંબઈ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસને સંભાળ્યો હતો, કારણ કે તેને પાવર એક્સચેન્જ અને અન્ય સોર્સ મારફતે 600 મેગાવોટ વીજળી ખરીદવી પડી હતી.

રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડ પાસેથી 600 મેગાવોટ વીજળીની ખરીદી કરી તેના મુંબઈના ગ્રાહકો માટે પુરવઠાની વ્યવસ્થા કરી હતી. ગત વર્ષે 29 ડિસેમ્બરના રોજ 300 મેગાવોટનો પ્રથમ એકમ બંધ કરી દેવામાં આવ્યો. વિદર્ભા ઇન્ડસ્ટ્રીઝ પાવર અનિલ અંબાી રીલાયન્સ પાવરની સબસિડીયરી કંપની છે.

આ કારણોને લઈને અદાણી ઈલેક્ટ્રિસિટીને બહારથી વીજળી ખરીદવી પડી રહી છે, અદાણી વીઆઈપીએલ પાસેથી 4.38 રૂપિયા પ્રતિ યૂનિટના ભાવે વીજળી ખરીદી રહી હતી, પરંતુ હવે કંપની બજારમાંથી 3.50 રૂપિયા અને 4 રૂપિયા પ્રતિ યૂનિટના ભાવે વીજળી ખરીદી રહી છે.

વર્ષ 2014માં વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડે પોતાને વીજળી ઉત્પાદક કંપની જાહેર કરી હતી. પરંતુ હવે કંપનીએ તેમની શ્રેણીમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર કોલસાની ઉપલબ્ધતા ન હોવાને કારણે કરવામાં આવ્યો છે. કંપની હવે ગ્રુપ કેવટિવ પાવર જનરેટરમાં બદલી ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]