નવું ફીચર Face ID, કોઈ નહીં વાંચી શકે તમારું ચેટિંગ

નવી દિલ્હીઃ લાંબા સમય બાદ આખરે વોટ્સએપે એ ફિચર લોન્ચ કરી જ દીધું જેની યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતાં. વાત છે બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન ફીચરની, જેના દ્વારા હવે IOS યૂઝર્સ ફેસ આઈડી અથવા ટચ આઈડીનો ઉપયોગ કરીને પોતાના પર્સનલ ચેટને લોક કરી શકશે. આની પ્રોસેસ બિલકુલ એવી જ હશે જેવી અત્યારે સ્માર્ટફોનને અનલોક કરવાની હોય છે.

વોટ્સએપનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચર પહેલા બીટા વર્ઝન પર ઉપ્લબ્ધ હતું પરંતુ હવે આ તમામ આઈઓએસ યૂઝર્સ માટે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ અપડેટ વોટ્સઅપના 2.19.20. વર્ઝન પર ઉપ્લબ્ધ છે. આપને જણાવી દઈએ કે લેટેસ્ટ આઈફોન અથવા આઈપેડ યૂઝર્સ ફેસઆઈ ઓથેન્ટિકેશન સિસ્ટમ દ્વારા આનો ઉપયોગ કરી શકશે. તો આઈફોનના જૂના મોડલનો ઉપયોગ કરનારા યૂઝર્સ ટચ આઈડી ફીચર દ્વારા આ ઓથેન્ટિકેશન ફીચરને અનેબલ કરી શકશે.

આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા પોતાના આઈફોન અથવા આઈપેડ પર વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો. ત્યારબાદ એપ ઓપન કરો અને Settings > Account > Privacy માં જાવ. અહીંયા આપને સ્ક્રીન લોકનું ઓપ્શન દેખાશે આને અનેબલ કરો. આ ફીચરને અનેબલ કર્યા બાદ વોટ્સઅપ યૂઝર્સ પોતાના કોન્વરસેશનને ફેસ આઈડી અથવા ટચ આઈડી દ્વારા જ અનલોક કરી શકશે.

જો કે નોંધનીય વાત એ છે કે અત્યારે વોટ્સએપ પર બાયોમેટ્રિક સિક્યોરિટી વાળુ આ ખાસ ફીચર માત્ર IOS માટે જ આપવામાં આવ્યું છે. તાજેતરમાં જ આને એન્ડ્રોયડ પર વોટ્સએપના બીટા વર્ઝન માટે પણ જોવામાં આવ્યું હતું. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ક્યાર સુધીમાં આને તમામ યૂઝર્સ માટે જાહેર કરવામાં આવશે. પરંતુ આના બીટા વર્ઝન પર આવ્યા બાદ એ વાત તો સ્પષ્ટ છે કે જલ્દી જ આને એન્ડ્રોયડ યૂઝર્સ માટે પણ જાહેર કરવામાં આવશે.