નોર્મલ ટીવીને ડિવાઇસની મદદથી સ્માર્ટ ટીવીમાં ફેરવો, જાણો…

નવી દિલ્હીઃ શું તમે એક સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો?  પણ શું તમારું હાલનું ટીવી હાલ યોગ્ય સમયે કામ કરી રહ્યું છે. તો પછી તમારે મોંઘું ટીવી ખરીદવાને બદલે તમારે હાલના ટીવીને જ સ્માર્ટ બનાવી લેવાની જરૂર છે. અહીં અમને તમને કેટલાક વિકલ્પ આપીએ છીએ , જેની મદદથી તમે તમારા ટીવીને સ્માર્ટ ટીવીમાં ફેરવી શકશો. બસ તમારા ટીવીમાં HDMI પોર્ટ હોવું જરૂરી છે.

તમારા ટીવીમાં સ્માર્ટ ટીવી જેવાં ફીચર્સ માટે મિડિયા સ્ટ્રિમિંગ ડિવાઇસની જરૂર પડશે. બજારમાં કેટલાંક મિડિયા સ્ટ્રિમિંગ ડિવાઇસ મળે છે, જે તમને રૂ. 1500થી રૂ, 20,000ના બજેટમાં આવે છે.

ગૂગલ ક્રોમકાસ્ટ એક મિડિયા સ્ટ્રિમિંગ ડિવાઇસ છે, જે તમારા ટીવીમાં સારી રીતે કામ કરશે. આ ગૂગલની પ્રોડક્ટ છે. એટલા માટે ગૂગલ અસિસ્ટન્ટનો ટેકો મળે છે. આ બધી એન્ડ્રોઇડની સાથે કોમ્પેટિબલ છે. એની મદદથી તમે બધા OTT એપ્સની મજા લઈ શકો છો. એ સાથે તમારા ફોનની ગેલરીને પણ તમે ટીવી પર જોઈ શકો છો. ક્રોમકાસ્ટમાં તમને 2000થી વધુ એપ્સ અને HD ક્વોલિટી વિડિયો સ્ટ્રિમિંગનો વિકલ્પ મળે છે.

એ પછી બીજો વિકલ્પ એમેઝોનની ફાયર ટીવી સ્ટિક છે. એ રૂ. 2500થી રૂ. 5999ની કિંમતમાં મળશે. એમેઝોન ફાયર ટીવી સ્ટિકનાં બધાં મોડલ્સ, રિમોટની સાથે આવે છે. જેનાથી તમે ટીવીના એના રિમોટથી કન્ટ્રોલ કરી શકો છો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]