કોમોડિટી ડેરિવેટિવ્ઝની માર્કેટ વિકસાવવા બીએસઈ-નાશિક સરાફા એસોસિયેશન વચ્ચે કરાર

મુંબઈ તા. 22 ડિસેમ્બર, 2021: દેશના બીજા ક્રમાંકના સૌથી મોટા કોમોડિટી એક્સચેન્જ બીએસઈ અને નાશિક સરાફા એસોસિયેશન વચ્ચે સમજૂતી કરાર થયો છે, જે હેઠળ દેશમાં કોમોડિટીઝ અને ડેરિવેટિવ્ઝની બજાર વિકસાવવામાં આવશે.

આ સંબંધિત વર્ગમાં કોમોડિટીઝ અને ડેરિવેટિવ્ઝની ઊંડી સમજ કેળવવા અને તેમને એક્સચેન્જીસમાં હેજિંગના લાભથી અવગત કરાવી હેજિંગ માટે પ્રોત્સાહિત કરવાનો હેતુ આ સમજૂતી કરારનો છે. બંને પક્ષો બુલિયન કોમોડિટીઝ કોન્ટ્રેક્ટ સંબંધિત નવાં પ્રોડક્ટસ વિકસાવવા સાથે મળીને કામ કરશે.

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે આ સમજૂતી કરાર મારફતે બીએસઈ અને નાશિક સરાફા એસોસિયેશન કોમોડિટી વેલ્યુ ચેઈનમાં સહભાગીઓના વિકાસ અને વૃદ્ધિ માટે સહકાર કરશે, જેથી તેઓ સ્પર્ધા અને કિંમતના જોખમનો અધિક સારી રીતે સામનો કરી શકે.

નાશિક સ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ ગિરીશ નવસેએ કહ્યું કે અમને બીએસઈ સાથેના સમજૂતી કરારનો આનંદ છે અને આશા રાખીએ છીએ કે અમને ગોલ્ડ હેજિંગ જેવા વિષયો અંગે બીએસઈ મારફતે જ્ઞાનસમૃદ્ધ જાણકારી પ્રાપ્ત થશે અને તેને પગલે અમે સરળતાથી વેપારને આગળ વધારી શકીશું. બીએસઈ બુલિયનના ઓપ્શન ઈન ગુડ્સ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે અને એકમાત્ર એક્સચેન્જ છે, જેણે ગોલ્ડ કોન્ડ્રેક્ટ્સમાં સોનાની ડિલિવરીઝ પાર પાડી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]