મુંબઈ – ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્ડ સન્સ રિટેલ પ્રાઈવેટ લિ. એ અખબાર મારફત બહાર પાડેલી નાદારીની નોટિસના સંદર્ભમાં શેરબજાર પર લિસ્ટેડ ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી કંપનીએ એક મહત્ત્વની સ્પષ્ટતા કરી છે કે આ રિટેલ પ્રા. કંપની સાથે તેને કોઈ સબંધ નથી અને તેમાં તેનો કોઈ હિસ્સો પણ નથી. મુંબઈ શેરબજાર (બીએસઈ)ને કરાયેલી આ સ્પષ્ટતા નીચે મુજબ છેઃ
ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી લિ.એ જણાવ્યું છે કે કંપનીનો ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્ડ સન્સ રિટેલ પ્રા. લિ. સાથે કોઈ સંબંધ નથી અને કંપનીના પ્રમોટર તથા મેનેજમેન્ટનો ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્ડ સન્સ રિટેલના શેર્સમાં કોઈ પણ હિસ્સો નથી. ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્ડ સન્સ રિટેલ એક અલગ કંપની છે અને કંપની ટીબીઝેડ-ધ ઓરિજિનલ, શ્રીકાંત ઝવેરી ગ્રુપનો પણ હિસ્સો નથી.
ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્ડ સન્સ રિટેલ પ્રા. લિ.ના લેણદારો જોગ પ્રસિદ્ધ થયેલી ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટસી બોર્ડ ઓફ ઈન્ડિયા (ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ ફોર કોર્પોરેટ પર્સન્સ) રેગ્યુલેશન, 2016 હેઠળની સાર્વજનિક નોટિસના સંદર્ભમાં ઉપર મુજબ જણાવ્યું છે.