સાયબર સિક્યુરિટી સેવાઓને મજબૂત કરવા Si Consult સાથે BSEએ કરાર કર્યો

મુંબઈ – દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈએ તેના સ્ટોકબ્રોકર્સનાં હિતોની સલામતી અને સાયબર સિક્યુરિટી સર્વિસીસ મજબૂત કરવા મેનેજ્ડ સિક્યુરિટી સર્વિસીસ પૂરી પાડતી ‘Si કન્સલ્ટ’ સાથે સમજૂતી કરાર કર્યો છે. સિ-કન્સલ્ટ વર્તમાન સાઈબર જોખમો સામે ઉચ્ચ કક્ષાની સલામતી પૂરી પાડે છે. તે પુણે, લંડન, દુબઈ, દોહા અને રિયાધ ખાતે મળીને 200થી અધિક સિક્યુરિટી એક્સપર્ટની ટીમ ધરાવે છે.

2018ના ઉત્તરાર્ધમાં ‘સેબી’એ સ્ટોક બ્રોકર્સ અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ માટેના સાયબર સિક્યુરિટી ફ્રેમવર્કની જાહેરાત કરી હતી, જે મુજબની સર્વિસીસ મેમ્બર્સને પૂરી પાડવા માટેના એક ભાગીદાર તરીકે સિ કન્સલ્ટની પસંદગી કરવામાં આવી છે.

આ પ્રસંગે શિવકુમાર પાંડેએ કહ્યું, “ડેટાની અખંડિતતા અને ગોપનીયતાના ભંગ સામે રક્ષણ આપવા માટે સેબીની માર્ગદર્શિકાઓનું પાલન કરવા ઉપરાંત, બીએસઈમાં અમારો સતત પ્રયાસ સર્વોચ્ચ ટેક્નોલોજી અને સુરક્ષા સેવાઓની મદદથી શેરબ્રોકરોનાં હિતોને સુરક્ષિત કરવાનો છે. સી કન્સલ્ટેશન સાથે જોડાવાથી, અમે મૂડી બજારોની ઇકોસિસ્ટમ સંબંધિત તમામ પડકારોનો સામનો વધુ સારી રીતે કરી શકીશું. “

એમડી-એપીએસી અને સીઆઈના સીઓઓ સંકેત ખાનોલકરે કહ્યું, “અમે સિ કન્સલ્ટ ખાતે બીએસઈ સાથે શેરબ્રોકર સમુદાયને કટિંગ એજ સાયબર સિક્યુરિટી સેવાઓ પૂરી પાડવા માટેની ભાગીદારી કરવા બદલ આનંદિત અને ઉત્સાહિત છીએ. મને વિશ્વાસ છે કે અમારો સર્વિસ પોર્ટફોલિયો સેબીના ‘સાયબર સક્યુરિટી એન્ડ સાયબર રેસીલેન્સ ફ્રેમવર્ક’ નું પાલન કરે છે અને સાયબર જોખમો સામે સુરક્ષા પ્રદાન કરે છે.”

સિ કન્સલ્ટના સીઈઓ ફેરસ ટપ્પુનીએ કહ્યું, “સિ કન્સલ્ટ અને બીએસઈ માટે આ ભાગીદારી મૂલ્યવાન, મજબૂત અને પ્રભાવશાળી છે અને તેને પગલે બીએસઈ અને બ્રોકરોને ઉદ્યોગના શ્રેષ્ઠ લોકો, પ્રક્રિયા, માળખા અને ટેકનોલોજીનો લાભ અમારા પુણેમાંના મુખ્ય પ્લેટફોર્મ ગ્લોબલ એસઓસીના વપરાશ દ્વારા પ્રાપ્ત થશે.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]