‘તિરુપતિ’ કપાસિયા તેલ બની ‘ભારતની બેસ્ટ બ્રાન્ડ-2019’: પ્રિયમ પટેલની વ્યૂહાત્મક માર્કેટિંગ નીતિઓનું પરિણામ

ખાદ્યતેલ ક્ષેત્રે ભારતની અગ્રગણ્ય કંપની એન.કે. પ્રોટીન્સ લિમિટેડના ‘તિરુપતિ’ કપાસિયા તેલને ‘ઈકોનોમિક ટાઈમ્સ’ દ્વારા વર્ષ 2019 માટે FMCG ખાદ્યતેલ કેટેગરીમાં ‘ભારતની બેસ્ટ બ્રાન્ડ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. કંપનીની આ સિદ્ધિનો શ્રેય જાય છે તેના વાઈસ-પ્રેસિડન્ટ (સેલ્સ અને માર્કેટિંગ) પ્રિયમ પટેલની કુશળ રાહબરીને.

1992માં સ્થપાયેલી અને અમદાવાદસ્થિત એન.કે. પ્રોટીન્સ લિમિટેડ ઉત્તમ ગુણવત્તાવાળા ‘તિરુપતિ’ બ્રાન્ડનાં રીફાઈન્ડ કપાસિયા તેલ ઉપરાંત રીફાઈન્ડ સીંગતેલ, રીફાઈન્ડ સોયાબીન તેલ, રીફાઈન્ડ કોર્ન ઓઈલ વગેરે માટે પણ જાણીતી છે.

નિમીષ પટેલ અને નિલેશ પટેલ દ્વારા પ્રમોટ કરાયેલી એન.કે. પ્રોટીન્સ ISO 22000:2005 ફૂડ એન્ડ સેફ્ટી ક્વાલિટી મેનેજમેન્ટ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર દેશની પહેલી ખાદ્યતેલ કંપની છે.

ઉદ્યોગમાં અન્ય બ્રાન્ડ્સ સામેની હરીફાઈમાં તિરુપતિ ઓઈલ બ્રાન્ડ પોતાનું આગવું સ્થાન કઈ રીતે જાળવી શકી છે? એના જવાબમાં પ્રિયમ પટેલે કહ્યું કે વિશ્વાસ અને શુદ્ધતાને કારણે. ગ્રાહકોની જરૂરિયાતોને સમજવી અને સંતોષવી એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. એન.કે. પ્રોટીન્સ ખાતે અમે દરેક તબક્કે નવીનતાને એક પ્રથા બનાવી દીધી છે. અમે અત્યંત અસરકારક સેલ્સ અને માર્કેટિંગ નીતિઓ દ્વારા સક્ષમ ડિસ્ટ્રિબ્યૂશન ચેનનું નિર્માણ કર્યું છે.

અન્ય બ્રાન્ડ્સ તરફથી હરીફાઈ અને અનઓર્ગેનાઈઝ્ડ ક્ષેત્ર તરફથી જોરદાર પડકારથી અમે વાકેફ છીએ અને અમે એ માટે લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચના ઘડી છે. એ સાથે અમે ગુણવત્તા, રીસર્ચ અને ઈનોવેશન માટે નવા માનદંડ નક્કી કર્યા છે, એમ પ્રિયમ પટેલે વધુમાં કહ્યું છે.