ટિકટોક નામ-લુક બદલીને દેશમાં પરત ફરે એવી શક્યતા

નવી દિલ્હીઃ લોકપ્રિય ચીની વિડિયો શેરિંગ એપ ટિકટોક ફરી એક વાર ભારતમાં પરત ફરે એવી શક્યતા છે. PUBGની જેમ નવા નામ અને લુકની સાથે લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે. ટિકટોક (TIKTok)ની પેરન્ટ કંપની બાઇટડાન્સએ Tiktockને નામથી ટ્રેડમાર્ક એપ્લિકેશન આપી છે. એ સાથે કંપનીએ કેન્દ્ર સરકારને એ વાતની ખાતની આપી છે કે કંપની નવા IT નિયમોનું પાલન કરશે. ટેક રિપોર્ટ અનુસાર બાઇટડાન્સે આ શોર્ટ વિડિયો એપના નવા ટ્રેડમાર્ક માટે કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્કમાં અરજી કરી છે.

ગયા વર્ષે જૂનમાં કેન્દ્ર સરકારે 56 ચીની એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેમાં ટિકટોક પણ સામેલ હતી. એ પ્રતિબંધની સાથે એને બધા એપ સ્ટોરમાંથી દૂર કરવામાં આવી હતી, જે પછી ભારતીય યુઝર્સ માટે ઉપલબ્ધ નથી.

મુકુલ શર્માના જણાવ્યાનુસાર પેરન્ટ કંપની બાઇટડાન્સ દ્વારા છઠ્ઠી જુલાઈએ ફાઇલ કરવામાં આવેલા આ નવા ટ્રેડમાર્કમાં TikTokમાં સ્પેલિંગ પણ બદલવામાં આવ્યો છે. કંપનીએ આ વખતે TickTockને નામથી એ ટ્રેડમાર્ક અરજી આપી છે. એ ટ્રેડમાર્ક નિયમ,2002ના ચોથા શેડ્યુઅલની ક્લાસ 42 હેઠળ ફાઇલ કરી છે.  
પ્રાપ્ત માહિતી અનુસાર બાઇટડાન્સએ 2019માં પ્રતિબંધ લગાવતાં પહેલાં ભારતમાં ચીફ નોડલ અને ગ્રિવેન્સ અધિકારી નિયુક્ત કરી દીધા હતા, જે નવા IT નિયમો હેઠળ જરૂરી દિશા-નિર્દેશોમાંનો એક છે.

શોર્ટ વિડિયો એપ TikTok ભારતમાં લોકપ્રિય હતી. દેશમાં આશરે 20 કરોડ યુઝર્સ હતા. હવે જો TIKTok પરત ફરશે તો એ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબને કટ્ટર હરીફાઈ મળશે.