દેશમાં કુલ કોવિડ-19ના રસીકરણનો ખર્ચ 3.7 લાખ કરોડ

નવી દિલ્હીઃ દેશમાં બધાને કોરોનાની રસી લગાવવા માટે રૂ. 3.70 લાખ કરોડનો ખર્ચ થશે, જેમાં ઉત્તર પ્રદેશને સૌથી વધુ ખર્ચ કરવો પડશે. ઉત્તર પ્રદેશને રાજ્યના લોકોને રૂ. 67,000 કરોડની જરૂર પડશે, એમ ભારતીય સ્ટેટ બેન્કનો એક અહેવાલ કહે છે. અહેવાલ કહે છે કે કેન્દ્ર રાજ્યોને 50 ટકા રસી આપે છે તોપણ રાજ્યોએ માટે બાકીના 50 ટકા જાતે ખર્ચ કરવો પડશે.

દેશમાં સિક્કિમમાં રસી પર રૂ. 20 કરોડ ખર્ચ કરવો પડશે. દેશનાં 20 મુખ્ય રાજ્યોનો વર્ષ 2022નો કુલ ખર્ચ રૂ. 2900ની રસીને આધારે કુલ ખર્ચના 16 ટકા બિહાર માટે થશે. ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં એ 12 ટકા હશે. અહેવાલ મુજબ રસીની મહત્તમ ખર્ચ રૂ. 3.7 લાખ કરોડ હશે. જોકે રાજ્યોને લોકડાઉનને લીધે રૂ. 5.5 લાખ કરોડની આવકમાં નુકસાન થવાનો અંદાજ છે. આને કારણે દેશને ડોલરના રિઝર્વ પર અસર પડશે. 

વળી, રસપ્રદ બાબત એ છે કે યુપી અને બિહાર જેવાં કેટલાંક રાજ્યોમાં મહેસૂલી આવક કરતાં ખર્ચ વધુ છે. હવે બજેટમાં મૂડી ખર્ચ રૂ. 8.8 લાખ કરોડ ફાળવવામાં આવ્માંયા છે, પણ જો આવાં રાજ્યોના રસીકરણના ખર્ચને સરભર કરવામાં આવે તો જીડીપીનું નકસાન વધી જાય અને દેશના ડોલરમાંથી એ ચુકવણી સરભર કરવી પડે. એટલે સરકારે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાના લોકોને પહેલા રસીકરણ કરવા પર ધ્યાન આપવું જોઈએ, કેમ કે વધુ વસતિવાળાં ગરીબ રાજ્યો ઝડપથી લોકોને રસી આપી શકશે નહીં, એમ અહેવાલ કહે છે.