નવી દિલ્હીઃ નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને વિક્રમ કોઠારી જેવા ઘણા અન્ય બેંક ડિફોલ્ટર્સના નામો સામે આવે તેવી શક્યતાઓ છે. હકીકતમાં ઘણી પ્રાઈવેટ બેંકો દ્વારા વિલફુલ ડિફોલ્ટર્સના નામોનું લિસ્ટ જાહેર નહોતું કરવામાં આવ્યું જેનાથી અત્યાર સુધી તે લોકોના નામ પબ્લીકમાં નથી આવ્યા.
પરંતુ અત્યારે સેન્ટ્રલ ઈન્ફોર્મેશનલ કમશને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ અને વડાપ્રધાન કાર્યાલયને નોટિસ જાહેર કરી છે. ચીફ ઈન્ફોર્મેશન કમીશને રાઈટ ટૂ ઈન્ફોર્મેશન એક્ટ અંતર્ગત સવાલ પૂછ્યા છે કે આખરે શા માટે અત્યારસુધી ડિફોલ્ટર્સનું લિસ્ટ જાહેર નથી કરાયું. આરબીઆઈને આ મામલે 26 નવેમ્બર સુધીમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે.
આપને જણાવી દઈએ કે અત્યાર સુધી પબ્લિક સેક્ટરના લેવલ પર ચાર જ બેંકોએ આવા ડિફોલ્ટર્સના નામોનો ખુલાસો કર્યો છે. આમાંથી 1814 એવા ડિફોર્ટર્સ છે જેની પાસે બેંકોના કુલ 41716 કરોડ રુપિયા ફસાયેલા છે. ડેક્કન હેરાલ્ડ દ્વારા જાહેર કરવામાં એક રિપોર્ટમાં જણાવાયું છે કે લગભગ પ્રત્યેક બેંકમાં ડિફોલ્ટર છે.
ડિફોલ્ટરો પાસે સૌથી વધારે અમાઉન્ટ પીએનબીની 23,469 કરોડ રુપિયા જેટલી ફસાયેલી છે. તો આઈડીબીઆઈના 6490.60 કરોડ રુપિયા, બેંક ઓફ બરોડાના 6260.67 કરોડ રુપિયા ફસાયેલા છે. જો સૌથી વધારે ડિફોલ્ટર્સની વાત કરીએ તો આમાં પણ 1124 ડિફોલ્ટર્સ સાથે પીએનબી પ્રથમ સ્થાન પર છે. ત્યારબાદ 219 ડિફોલ્ટર્સ સાથે સીન્ડીકેટ બેંક, 177 સાથે બેંક ઓફ બરોડાનો નંબર આવે છે.