આઇસી15 ઇન્ડેક્સ 234 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે મંગળવારે કહ્યું હતું કે ફુગાવાને નાથવા માટે વ્યાજદરમાં વધારો કરવામાં આવશે. દરમિયાન, આર્થિક બાબતે ચિંતા ફેલાવાને કારણે ક્રીપ્ટોકરન્સીના ટ્રેડરો તેજીના સોદાઓને કેરી ફોરવર્ડ કરવા તૈયાર નથી. તેને લીધે પાછલા ચોવીસ કલાકમાં 145 મિલ્યન ડોલરના સોદાઓનું લિક્વિડેશન કરવામાં આવ્યું હતું. એક્સચેન્જોએ બિટકોઇનનાં 29 મિલ્યન ડોલરના લોંગ સોદાઓ લિક્વિડેટ કર્યા હતા. તેની તુલનાએ 10 મિલ્યન શોર્ટ સોદાઓનું લિક્વિડેશન થયું હતું.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.57 ટકા (234 પોઇન્ટ) વધીને 41,193 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,959 ખૂલીને 41,256 સુધીની ઉપલી અને 40,806 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
40,959 પોઇન્ટ 41,256 પોઇન્ટ 40,806 પોઇન્ટ 41,193 પોઇન્ટ

ડેટાનો સમયઃ 18-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)