આઇસી15 ઇન્ડેક્સ 1,429 પોઇન્ટ વધ્યો 

મુંબઈઃ અમેરિકા તથા તેના સાથી દેશોએ લાદેલાં આર્થિક નિયંત્રણોનો સામનો કરી રહેલા રશિયાએ હવે ઓઇલના વેચાણ માટે ફિયાટ કરન્સીના સ્થાને ક્રીપ્ટોકરન્સીનો સ્વીકાર કરવા વિશે વિચારણા શરૂ કરી હોવાથી ક્રીપ્ટોના ભાવ વધવા લાગ્યા છે. શુક્રવારે બિટકોઇન ત્રણ સપ્તાહ કરતાં વધુ સમયગાળાની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

બીજી બાજુ, વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોકના સીઈઓ લેરી ફિંકે ક્લાયન્ટ્સને ડિજિટલ કરન્સીમાં રોકાણ ઓફર કરવાની વાતને સમર્થન આપ્યું હોવાથી ક્રીપ્ટોકરન્સીને વધુ વેગ મળ્યો છે.

લ્યુના ફાઉન્ડેશન ગાર્ડે ટૂંકા ગાળામાં 3 અબજ ડોલર મૂલ્યના બિટકોઇન ખરીદવાનો વિચાર જાહેર કર્યો હોવાથી બિટકોઇનના ભાવ વધવા લાગ્યા છે. શુક્રવારે બપોર સુધીમાં બિટકોઇન ૪૪,૦૦૦ ડોલરની નજીક પહોંચી ગયો હતો. ઈથેરિયમનો ભાવ 3 ટકા વધીને 3,100 ડોલરની નજીક પહોંચ્યો છે. અન્યત્ર, સોલાનાનો ભાવ આશરે 10 ટકા વધી ગયો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.26 ટકા (1,429 પોઇન્ટ) વધીને 64,593 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 63,164 ખૂલીને 64,934 સુધીની ઉપલી અને 62,462 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
63,164 પોઇન્ટ 64,934 પોઇન્ટ 62,462 પોઇન્ટ 64,593

પોઇન્ટ

ડેટાનો સમયઃ 25-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)