મુંબઈઃ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાની સ્થિતિમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મોટા રોકાણકારો પ્રવેશવા લાગ્યા હોવાથી ભાવ વધવા લાગ્યા હતા. જોકે, અમેરિકન બજારમાં ફ્યુચર્સમાં ઘટાડો થવાના સંકેતો મળ્યા હતા. એટલું જ નહીં, ડોલર અનેક કરન્સીઓની સામે મજબૂત બન્યો હોવા છતાં અને ક્રૂડના ભાવ વધ્યા હોવા છતાં ક્રીપ્ટોકરન્સીમાં આકર્ષણ વધ્યું હતું.
ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોએ પાછલા 24 કલાકના ગાળામાં 211 મિલ્યન ડોલર કરતાં વધુ મૂલ્યનાં ઓળિયાં સુલટાવ્યાં હતાં. તેમાં 95 મિલ્યનનાં ઓળિયાં એકલા 12 કલાકના ગાળામાં સુલટાવાયાં હતાં.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.11 ટકા (1,308 પોઇન્ટ) વધીને 33,067 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,759 ખૂલીને 33,161 સુધીની ઉપલી અને 31,042 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
31,759 પોઇન્ટ | 33,161 પોઇન્ટ | 31,042 પોઇન્ટ | 33,067 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 22-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |