અકાસા એરની પહેલી કમર્શિયલ ફ્લાઈટ 7 ઓગસ્ટે

મુંબઈઃ અબજોપતિ ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ પ્રમોટ કરેલી અકાસા એર તેની કમર્શિયલ સેવાનો આરંભ આવતી 7 ઓગસ્ટથી કરશે. તેનું પહેલું નવું નક્કોર બોઈંગ 737 મેક્સ વિમાન મુંબઈ-અમદાવાદ રૂટ પર ફ્લાઈ કરશે.

અકાસા એર તરફથી આજે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કમર્શિયલ સેવા માટેના રૂટ પર તે એક બોઈંગ 737 મેક્સ વિમાનને વપરાશમાં લેશે. બોઈંગ કંપનીએ અકાસા એરને એક વિમાન ડિલીવર કરી દીધું છે અને આ મહિનાના અંતે બીજું વિમાન ડિલીવર કરશે. 7 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પર સપ્તાહમાં 28 ફ્લાઈટ ઓપરેટ કરાશે. એ માટે ટિકિટનું વેચાણ શરૂ કરી દેવાયું છે. 13 ઓગસ્ટથી એરલાઈન બેંગલુરુ-કોચી રૂટ પર 23 ફ્લાઈટ શરૂ કરશે.