મુંબઈઃ બિટકોઇનમાં 42,000 ડૉલરની આસપાસનો ભાવ બોલાઈ રહ્યો છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવાનું વલણ અપનાવ્યું હોવાથી ટેક્નોલોજી સ્ટોક્સમાં ચિંતાનું વાતાવરણ છે. માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનમાં આ સપ્તાહે ખાસ ચમકારો જોવા મળ્યો નથી, કારણ કે રોકાણકારો મેક્રોઈકોનોમિક સ્થિતિની અનિશ્ચિતતા વિશે ચિંતિત છે. આ સ્થિતિમાં સપ્લાય ચેનના પ્રશ્નો, કોરોના વાઇરસનો રોગચાળો, વધી રહેલો ફુગાવો અને ટેક્નોલોજી માર્કેટની નબળાઈ સામેલ છે.
વિશ્લેષકોએ ક્રીપ્ટો અને ટેક્નોલોજી સ્ટોક્સ વચ્ચે વધુ સંબંધ હોવાની નોંધ લીધી છે. એમનું કહેવું છે કે વ્યાજદર વધવાને કારણે ટેક્નોલોજી ક્ષેત્રની તથા અન્ય કંપનીઓને પોતાના બિઝનેસના વિસ્તરણમાં અવરોધ નડશે. તેઓ બીજી કંપનીઓ હસ્તગત કરતાં પહેલાં વિચાર કરશે.
આ લખાઈ રહ્યું છે ત્યારે બિટકોઇન 0.9 ટકાની વૃદ્ધિ સાથે 41,890 ડૉલર હતો અને એથેરિયમમાં 1.6 ટકાના વધારા સાથે ભાવ 3,125 ડૉલર હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
62,982 પોઇન્ટ | 64,479 પોઇન્ટ | 62,780 પોઇન્ટ | 64,016 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 20-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |