મુંબઈઃ સોમવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 સાવ ફ્લેટ રહ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના ઘટક કોઇન ઘટ્યા હતા. કાર્ડાનો, પોલકાડોટ અને બિટકોઇનમાં અનુક્રમે 3.90 ટકા, 0.31 ટકા અને 0.09 ટકાનો વધારો થયો હતો.
દરમિયાન, દક્ષિણ કોરિયા ડિજિટલ એસેટ્સ ક્ષેત્રનું નિયમન કરવા માટે આ મહિને ડિજિટલ એસેટ્સ માર્કેટ રેગ્યુલેશન બિલ પસાર કરવાનું આયોજન ધરાવે છે. બીજી બાજુ, જાપાનની ફાઇનાન્શિયલ સર્વિસીસ એજન્સીએ દેશમાં યોગ્ય રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કામકાજ કરી રહેલાં ચાર ક્રીપ્ટો એક્સચેન્જોને ચેતવણીનો પત્ર મોકલ્યો છે.
અમેરિકાની બેન્કિંગ કંપની સિટિએ તાજેતરમાં પોતાના અહેવાલમાં કહ્યું છે કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી અને ફાઇનાન્શિયલ એસેટ્સના ટોકનાઇઝેશનને લીધે વર્ષ 2030 સુધીમાં ક્રીપ્ટોકરન્સીનો વપરાશ વધીને 4 ટ્રિલ્યન ડોલર મૂલ્યનો થઈ જવાનો અંદાજ છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.02 ટકા (7 પોઇન્ટ) વધીને 38,306 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,299 ખૂલીને 38,329ની ઉપલી અને 37,154 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.