મુંબઈઃ અમેરિકા અને રશિયા વચ્ચેની તંગદિલીને પગલે ક્રીપ્ટોકરન્સીમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. બિટકોઇનના નેતૃત્વ હેઠળ તમામ મુખ્ય ક્રીપ્ટોકરન્સીમાં ઘટાડો થયો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઇડને યુક્રેનમાં વસતા અમેરિકનોને દેશ છોડવાની ચેતવણી આપી તેને પગલે ચિંતા વધી હતી. બાઇડને કહ્યું હતું કે રશિયા ગમે તે સમયે આક્રમણ કરી શકે છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે જણાવ્યા મુજબ હવાઈહુમલાની શક્યતા હોવાથી ત્યાંથી બહાર નીકળવાનું અશક્ય બનશે અને નાગરિકોના જીવને નુકસાન થઈ શકે છે. જોકે, રશિયાએ સરહદ પર એક લાખ કરતાં વધારે સૈનિકોનો જમાવડો કર્યો હોવા છતાં કહ્યું હતું કે આક્રમણનો કોઈ વિચાર નથી.
બિટકોઇનમાં ફરી એક વખત લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. ઈથેરિયમ પાંચ ટકા ઘટ્યો હતો. સોલાનાનો નેટિવ કોઈન એસઓએલ 11 ટકા ઘટીને 95 ડૉલર થયો હતો.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 3.81 ટકા (2,405 પોઇન્ટ) ઘટીને 60,765 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 63,170 ખૂલ્યા બાદ ઉપરમાં 63,987 અને નીચામાં 60,122 પોઇન્ટ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
63,170 પોઇન્ટ | 63,987 પોઇન્ટ | 60,122 પોઇન્ટ | 60,765 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 12-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |