આઇસી15 ઇન્ડેક્સ 186 પોઇન્ટ ઘટ્યો 

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સીમાં શુક્રવારે ઘટાડો થયો હતો, જે વલણ અમેરિકાના સ્ટોક્સ ફ્યુચર્સની ચાલ કરતાં વિરુદ્ધ દિશામાં હતું. બિટકોઇન 21,000 ડોલરની નીચે ઉતરી ગયો હતો. અમેરિકામાં એસએન્ડપી 500 સાથે સંકળાયેલા ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં 0.8 ટકાનો વધારો થયો હતો. નાસ્દાકના ફ્યુચર્સમાં 1 ટકાની વૃદ્ધિ થઈ હતી.

ગુરુવારે સ્વિટઝરલેન્ડ અને બ્રિટનમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો તેને પગલે વિશ્વમાં મંદી શરૂ થઈ જશે એવી ભીતિ ફેલાઈ ગઈ હતી. જોકે, બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં ઘટાડો કરીને આશ્ચર્ય સર્જ્યું હતું.

ક્રીપ્ટોકરન્સીના ટ્રેડિંગમાં શુક્રવારે લગભગ 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારો ઓછા ભાવે વેચાણ કરવા તૈયાર નહીં હોવાનું આના પરથી કહી શકાય છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.68 ટકા (186 પોઇન્ટ) ઘટીને 27,040 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,226 ખૂલીને 27,872 સુધીની ઉપલી અને 26,062 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,226 પોઇન્ટ 27,872 પોઇન્ટ 26,062 પોઇન્ટ 27,040 પોઇન્ટ

ડેટાનો સમયઃ 17-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)